હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Monday, 27th October 2025
રાજ્યમાં પાંચ દિવસ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી :ગાજવીજ સાથે 30થી 40 કી.મી.ની ઝડપે પવન ફુંકાશે: અનેક જિલ્લામાં એલર્ટ
અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દિવમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી: જુનાગઢ, બોટાદ, ભરૂચ, સુરત, નવસારીમાં ઓરેન્જ એલર્ટ

અમદાવાદ : રાજ્યવાસીઓને કમોસમી વરસાદથી હજુ રાહત મળવાની કોઈ સંભાવના નથી. હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી પાંચ દિવસ સુધી ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. અમદાવાદ અને ગાંધીનગરમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. ગાજવીજ સાથે 30થી 40 કીમીની ઝડપે પવન ફુંકાશે. અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દિવમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. જુનાગઢ, બોટાદ, ભરૂચ, સુરત, નવસારીમાં ઓરેન્જ એલર્ટ અપાયુ છે. સૌરાષ્ટ્ર, કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણામાં યલો એલર્ટ અપાયુ છે. વલસાડ, ડાંગ, દાદરા નગર હવેલીમાં પણ યલો એલર્ટ અપાયું છે
આવતીકાલે બનાસકાંઠા, પાટણ, ભરૂચ, સુરતમાં ભારે વરસાદની આગાહી છે. નવસારી, ડાંગ, વલસાડ, પોરબંદરમાં પણ ભારે વરસાદની શક્યતા છે. જુનાગઢ, અમરેલી, ભાવનગર, દ્વારકા અને ગીર સોમનાથમાં વરસાદની આગાહી છે. 29થી 31 ઓક્ટોબર સુધી ઓરેન્જ એલર્ટ સાથે અનેક વિસ્તારોમાં વરસાદ પડશે
(6:43 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
