હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Monday, 27th October 2025
માવઠાથી નુકસાનને લઈને સરકાર ગંભીર નથી. ખેડૂતોને નુકસાનીનું વળતર મળવું જોઈ:અમિત ચાવડાના પ્રહાર
માવઠાંથી નુકસાન અંગે સરકાર તાત્કાલિક સર્વે કરી સહાય આપે : હેક્ટર દીઠ 1 લાખનું વળતર આપે તેવી પણ માગ ચાવડાએ કરી

અમદાવાદ : રાજ્યના અનેક જિલ્લામાં માવઠાથી થયેલા નુકસાન મામલે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ સરકાર પર પ્રહાર કર્યા છે. સૌરાષ્ટ્રમાં ખેડૂતોના મગફળીના પાકને મોટા પ્રમાણમાં નુકસાન ગયુ છે. ચાવડાએ કહ્યુ માવઠાથી નુકસાનને લઈને સરકાર ગંભીર નથી. ખેડૂતોને પાક નુકસાનીનું વળતર મળે તેવી પણ માગ કરાઈ છે. માવઠાંથી નુકસાન અંગે સરકાર તાત્કાલિક સર્વે કરી સહાય આપે.ચાલુ વર્ષનું પાક વિમા ધિરાણ માફ કરે અને નુકસાન અંગે હેક્ટર દીઠ 1 લાખનું વળતર આપે તેવી પણ માગ ચાવડાએ કરી છે. તેમણે પ્રહાર કર્યો કે ભાજપ માત્ર વાયદા અને વચનો આપે છે.
(6:51 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
