<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 27th October 2025

ખેડાના માલાવાડા ગામમાં વરસાદથી ખેડૂતોને નુકસાન : ખેતરોમાં કાપેલા ડાંગર પર વરસાદી પાણી ફરી વળ્યા

500 વીઘાથી વધુની જમીનમાં તૈયાર ડાંગરનો પાક બગડ્યો :વીઘા દીઠ 15થી 20 હજાર રૂપિયાનો ખેડૂતોનો ખર્ચ પાણીમાં ગયો

ખેડા જિલ્લાના માલાવાડા ગામમાં કમોસમી વરસાદથી ખેડૂતોને નુકસાન થયુ છે. ખેતરોમાં કાપેલા ડાંગર પર  વરસાદી પાણી ફરી વળ્યા છે. 500 વીઘાથી વધુની જમીનમાં તૈયાર ડાંગરનો પાક બગડ્યો છે. વીઘા દીઠ 15થી 20 હજાર રૂપિયાનો ખેડૂતોનો ખર્ચ પાણીમાં ગયો છે. દીવાળી બાદ શરૂ થયેલી ડાંગરની લણણી પર વરસાદે પાણી ફેરવી દીધુ છે. ઘાસ બચે તે માટે મશીનથી કાપણી ન કરતા ખેડૂતોને નુકસાન જઈ રહ્યુ છે. કમોસમી વરસાદથી પશુઓ માટેનો ઘાસચારો પણ બગડ્યો છે.

 

(7:57 PM IST)