હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Monday, 27th October 2025
મહીસાગર જીલ્લામાં સાર્વત્રિક કમોસમી વરસાદ:ખેડૂતોની ચિંતા વધી :મકાઈ, બાજરી, મગફળી, જુવારને મોટા નુકસાનની ભીતિ
લુણાવાડા, ખાનપુર, બાલાસિનોરમાં ભારે વરસાદ પડ્યો: વીરપુર, કડાણા, સંતરામપુર સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં પણ માવઠાએ કેર વરસાવ્યો

મહીસાગર: જીલ્લામાં સાર્વત્રિક કમોસમી વરસાદનો માહોલ છવાયો છે. લુણાવાડા, ખાનપુર, બાલાસિનોરમાં ભારે વરસાદ પડ્યો તો આ તરફ વીરપુર, કડાણા, સંતરામપુર સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં પણ માવઠાએ કેર વરસાવ્યો. હાલ પણ ધીમી ધારે સતત વરસાદ વરસી રહ્યો છે. કમોસમી વરસાદે ખેડૂતોની ચિંતા વધારી છે. મકાઈ, બાજરી, મગફળી, જુવારને મોટાપાયે નુકસાનની ભીતિ સેવાઈ છે. ડાંગર, રાયડો, ઘાસચારો પણ વરસાદમાં ધોવાયો છે.
(8:01 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
