<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 27th October 2025

દક્ષિણ ગુજરાતમાં પણ ધોધમાર વરસાદ ખાબકતા ખેડૂતોની હાલત કફોડી બની

ભારે વરસાદથી સૌથી વધુ ડાંગર, શેરડી, કપાસ, શાકભાજીના પાકમાં નુકસાન થયું:વરસાદના કારણે હવે શેરડી કટિંગ પાછળ ધકેલાય તેવી પરિસ્થિતિ સર્જાઈ

અમદાવાદ : રાજ્યમાં શિયાળાના આગમન વચ્ચે ચોમાસા જેવો માહોલ સર્જાયો છે. દક્ષિણ ગુજરાતમાં પણ ધોધમાર વરસાદ ખાબકતા ખેડૂતોનું જનજીવન પ્રભાવિત થયું. કમોસમી વરસાદના કારણે ખેડૂતોની હાલત કફોડી બની છે.. ભારે વરસાદથી સૌથી વધુ ડાંગર, શેરડી, કપાસ, શાકભાજીના પાકમાં નુકસાન થયું છે. દક્ષિણ ગુજરાતમાં મુખ્ય પાક શેરડી ગણાય છે. પરંતુ, વરસાદના કારણે હવે શેરડી કટિંગ પાછળ ધકેલાય તેવી પરિસ્થિતિ સર્જાઈ છે. તો જંગલી ભૂંડના ત્રાસથી ડાંગરની ખેતી તરફ વળેલા ખેડૂતોને પણ માવઠાના કારણે નુકસાની વેઠવાનો વારો આવ્યો.

(8:11 PM IST)