<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 27th October 2025

તાપીના સોનગઢમાં ડોસવાડા ડેમ ઓવરફ્લો થતાં મીંઢોળા નદીમાં પાણીનો પ્રવાહ વધ્યો

ઉકાઈ ડેમમાં ઉપરવાસથી 46 હજાર ક્યુસેક પાણીની આવક થતાં 3 દરવાજા ખોલવા પડ્યા

તાપીના સોનગઢમાં ડોસવાડા ડેમ ઓવરફ્લો થતાં મીંઢોળા નદીમાં પાણીનો પ્રવાહ વધ્યો છે. ઉકાઈ ડેમમાં ઉપરવાસથી 46 હજાર ક્યુસેક પાણીની આવક થતાં 3 દરવાજા ખોલવા પડ્યા હતા . રાજ્યભરમાં ડેમોની સપાટીમાં વધારો થતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. જ્યાં ડેમ ભરાયા છે ત્યાં પાણીનો સંગ્રહ આવતા વર્ષ માટે આશાજનક ગણાય છે. કુલ મળી વરસાદની આ કમોસમી એન્ટ્રી અનેક વિસ્તારો માટે આશિર્વાદ બની છે  તો કેટલીક જગ્યાએ ચિંતાનો પણ વિષય બની છે.

(8:08 PM IST)