હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Tuesday, 28th October 2025
છોટા ઉદેપુરમાં ભાજપમાં ભંગાણ : તાલુકા પંચાયતના કારોબારી ચેરમેન ભાજપ છોડી આપમાં જોડાયા
કારોબારી ચેરમેન રાજેશ રાઠવા પોતાના 7 હજાર જેટલા કાર્યકરો સાથે ભાજપ છોડી આપમાં જોડાઈ ગયા

છોટા ઉદેપુર તાલુકા પંચાયતના કારોબારી ચેરમેન ભાજપ છોડી આપમાં જોડાયા, છોટા ઉદેપુર તાલુકા પંચાયતના કારોબારી ચેરમેન રાજેશ રાઠવા પોતાના 7 હજાર જેટલા કાર્યકરો સાથે ભાજપ છોડી આપમાં જોડાયા. પુનિયાવાંટ ખાતે આમ આદમી પાર્ટીની સભામાં ચૈતર વસાવાના હાથે આમ આદમી પાર્ટીનો ખેસ પહેરી આપમાં જોડાયા. ભાજપમાં સંગઠન અને વહીવટના કારણે ભાજપમાંથી રાજીનામું આપીને આપમાં જોડતા રાજેશ રાઠવા. રાજેશ રાઠવાએ સોશ્યલ મીડિયા ઉપર સમાજ અને આદિવાસી વિસ્તારની ગુલામી કરીશ પણ બહારથી આવેલી એજન્સીઓ ગુલામી નહીં કરું ની પોસ્ટ મૂકી
(12:40 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
