<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 28th October 2025

ખેડૂતો માટે આફત વરસીઃ ઘઉં, ચણા, જીરૂના વાવેતરમાં નુકશાની ઉગી

કમોસમી વરસાદ અને ઠંડો પવન શિયાળુ પાક માટે જોખમીઃ વાવેતરમાં પીળાશ આવવાનો ભયઃ ખેત ઉત્‍પાદન ઘટશે

રાજકોટ, તા. ૨૮: ગુજરાતના મોટાભાગના વિસ્‍તારોમાં છેલ્લા બે ત્રણ દિવસથી છેલ્લા બે ત્રણ દિવસથી વરસાદ વરસી રહ્યો છે. સામાન્‍ય રીતે નોરતા પછી વરસાદ આવતો નથી પરંતુ હવે ઋતુ ચક્ર બદલાઈ ગયું છે. દિવાળી પછી વરસાદ શરૂ થતા ખેડૂતો ચિંતિત બન્‍યા છે રવિ પાક તરીકે ઓળખાતા શિયાળુ પાક પર વરસાદ અને ઠંડા પવનના કારણે જોખમ ઊભું થયું છે.

બદલાયેલી મોસમને લીધે વાવેતર પર પીળાશ આવી જવાનો ભય ઊભો થયો છે. નુકસાનીના કારણે શિયાળુ પાક ઓછો આવશે તેવી ધારણા છે .

સૌરાષ્‍ટ્રમાં શિયાળામાં મુખ્‍યત્‍વે ઘઉં ચણા જીરુ લસણ ડુંગળી વગેરેનું વાવેતર થતું હોય છે .આ વર્ષે રવિ પાકનું મોટાભાગનું વાવેતર દશેરા અને દિવાળીની વચ્‍ચે થઈ ગયું છે .જ્‍યાં શિયાળુ વાવેતર થઈ ગયેલ અને નોંધપાત્ર વરસાદ થયો છે ત્‍યાં નુકસાનીના સંજોગો સર્જાયા છે. આ વખતે પાછોતરા સારા વરસાદના કારણે શિયાળુ પાક મબલખ થવાની ખેડૂતોને આશા હતી. અચાનક આવેલા વરસાદ અને વાવાઝોડા સ્‍વરૂપમાં પવનને શિયાળુ પાકને નુકસાની તરફ ધકેલ્‍યો છે. જો હજુ વધુ વરસાદ વરસે તો રવિ પાકને રવિ વાવેતરને વધુ નુકસાનીની સંભાવના છે .અત્‍યારે તડકાની જરૂર હતી તે સમયે જ વરસાદ વરસતા ખેડૂતો માટે તે આફત સમાન બન્‍યો છે. રવિ પાકમાં નુકસાની ઉગવા લાગી છે.

ઘઉં ચણા જીરું વગેરે સામાન્‍ય રીતે ચાર માસના પાક છે. ઓક્‍ટોબર નવેમ્‍બરમાં વાવેતર થાય છે અને ફેબ્રુઆરી માર્ચમાં બજારમાં આવે છે .મોસમ હવે કેવો વળાંક લે છે તે તરફ ખેડૂતોની મીટ છે. સરકારે પણ વધુ એક વખત નુકસાની નો સર્વે કરી ખેડૂતોને વળતર આપવું પડે તેવી પરિસ્‍થિતિ સર્જાયેલ  છે

(11:52 AM IST)