<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 28th October 2025

માવઠાથી પાક નુકસાનીનો સર્વે કરી વળતર ચૂકવવા રજૂઆત: ઓલપાડના ધારાસભ્ય મુકેશ પટેલે મુખ્યમંત્રીને પત્ર લખ્યો

ડાંગર સાથે કઠોળ અને શાકભાજી પાકના નુકસાનનો સર્વે કરવા પણ માગ : તાત્કાલિક સર્વે કરીને ખેડૂતોને વળતર ચૂકવવાની પણ રજૂઆત કરી

સુરત: માવઠાથી પાક નુકસાનીનો સર્વે કરી વળતર ચૂકવવા રજૂઆત કરાઈ છે. ઓલપાડના ધારાસભ્ય મુકેસ પટેલે  CM ભૂપેન્દ્ર પટેલને પત્ર લખ્યો છે અને કમોસમી વરસાદથી ખેડૂતોને થયેલી નુકસાની મુદ્દે રજૂઆત કરાઈ છે. તાલુકામાં 15થી 18 હજાર હેક્ટર વિસ્તારમાં ડાંગરનું વાવેતર કરવામાં આવ્યુ છે. ડાંગર સાથે કઠોળ અને શાકભાજી પાકના નુકસાનનો સર્વે કરવા પણ માગ કરી છે. તાત્કાલિક સર્વે કરીને ખેડૂતોને વળતર ચૂકવવાની પણ રજૂઆત કરી છે કમોસમી વરસાદને કારણે સૌથી વધુ ડાંગરના પાકને મોટાપાયે નુકસાન થયું છે

(12:05 PM IST)