<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 28th October 2025

કમોસમી વરસાદના કકળાટ વચ્‍ચે રાજ્‍યના ૩૩ જીલ્‍લાના ૨૩૯ તાલુકાઓમાં ૮.૫ ઇંચ સુધીનો ભારે વરસાદ

દક્ષિણ ગુજરાત પંથકમાં ડાંગર, નાગલી અને શાકભાજીના પાકોને ભારે નુક્‍સાન વડોદરામાં ૫ ઇંચ વરસાદને પગલે ઠેર ઠેર પાણી ભરાયા બારડોલો, મેઘરજ અને ઉમરપાડા ૪ ઇંચઃ ઉકાઇ ડેમની જળસપાટી વધતા ફરી ડેમના દરવાજા ખોલાયા

(જીતેન્‍દ્ર રૂપારેલિયા) વાપીઃ કુદરતના કહેરમાં કારતક માસમાં કમોસમી વરસાદને પગલે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત ના ખેડુતો ને ભારે ખુવારી થવા પામી છે, મગફળી, ડાંગર, નાગલી જેવા પાકો ઉપરાંત શાકભાજીને પણ ભારે નુક્‍સાન થવા પામ્‍યું છે

ઓક્‍ટોબર માસ પૂર્ણ થવા આરે છે, વિક્રમ સંવત ના નવા વર્ષનું આગમન થઈ ચૂકયું છે અને જ્‍યાં શિયાળાની જમાવટ થવાની હોય ત્‍યાં વરસાદ તૂટી પડે કેવું અજબ લાગે, જનજીવનને અસર થવા સાથે વેપાર, રોજગાર ને પણ અસર થઈ રહી છે, ભારે વરસાદને પગલે ફરી પાછી બંધો અને જળાશયો ની જળસપાટી સતત વધી રહી છે, ઉકાઇ ડેમના કેચમેન્‍ટ વિસ્‍તારમાં ભારે વરસાદ ખાબકતા ઉકાઇ ડેમની સપાટી વધી છે, આજે સવારે ૧૦ કલાકે ડેમની જળસપાટી ૩૪૫.૦૨ ફૂટે પહોંચી છે, ડેમ માં ૩૯૯૩૯ ક્‍યુસેક પાણીના ઈન્‍ફલો સામે એટલુજ ૩૯૯૩૯ ક્‍યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે

ફલડ કન્‍ટ્રોલ પાસે થી મળતી માહિતી મુજબ છેલ્‍લા ૨૪ કલાકમાં નોંધાયેલ વરસાદ ના મુખ્‍યત્‍વે આંકડાને જોઈએ તો વડોદરા ૧૨૨ મીમી બારડોલી ૧૦૬ મીમી, મેઘરજ ૯૮ મીમી, ઉમરપાડા ૯૫ મીમી, વાગરા ૯૧ મીમી બાલાસિનોર ૯૦ મીમી, નડિયાદ ૮૮ મીમી, કડાણા ૭૬ મીમી, અને ખાનપુર ૭૫ મીમી વરસાદ નોંધાયો છે.

આ ઉપરાંત રાજ્‍યના તાલુકાઓમાં ૧ થી લઈને ૭૪ મીમી સુધીનો વરસાદ નોંધાયો છે.(૩૮.૩૩)

(4:24 PM IST)