<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 28th October 2025

ગણપત યુનિવર્સિટી અને એસ્‍ટર ડીએમ હેલ્‍થકેર દ્વારા પ્રારંભ

અમદાવાદઃ  ગણપત યુનિવર્સિટી, ખેરવા (મેહસાણા) દ્વારા એસ્‍ટર ડીએમ હેલ્‍થકેર (Aster DM Healthcare) સાથેના સહયોગથી મોબાઇલ મેડિકલ યુનિટ (MMU) પ્રોજેક્‍ટનો પ્રારંભ કરવામાં આવ્‍યો છે. આ પહેલનો હેતુ ગ્રામ્‍ય, આર્થિક રીતે નબળા અને આરોગ્‍ય સુવિધાઓથી વંચિત લોકોને તેમના ગામે જ ગુણવત્તાસભર આરોગ્‍ય સેવા પહોંચાડવાનો છે. આ આરોગ્‍ય પહેલનું ઉદ્ધાટન ગુજરાત રાજ્‍યના માનનીય મુખ્‍યમંત્રી  ભૂપેન્‍દ્રભાઇ પટેલના હસ્‍તે થયું હતું. આ કાર્યક્રમમાં તત્‍કાલીન ઉદ્યોગ મંત્રી  બલવંતસિંહ રાજપૂત, ગણપતભાઈ પટેલ - દાદા તેમજ ગણપત યુનિવર્સિટીના ગ્રુપ પ્રો ચાન્‍સેલર ડૉ. મહેન્‍દ્ર શર્મા અને હેડ (CSR), એસ્‍ટર ડીએમ હેલ્‍થકેર લિ., યુએઈના જલિલ પીએ સહિત અનેક મહાનુભાવો ઉપસ્‍થિત રહ્યા હતાં. આ પહેલ હેઠળ આધુનિક સુવિધાઓથી સજ્જ આ મોબાઇલ મેડિકલ યુનિટ દ્વારા ગ્રામ્‍ય વિસ્‍તારોમાં આરોગ્‍ય સેવાઓ પહોંચાડવામાં આવશે.માનનીય મુખ્‍યમંત્રી ભૂપેન્‍દ્રભાઇ પટેલે જણાવ્‍યું કે, આ પહેલ ગુજરાત રાજ્‍યને આરોગ્‍ય ક્ષેત્રમાં વધુ સ્‍વાવલંબી બનાવશે અને ગ્રામ્‍ય વિસ્‍તારોમાં લોકો સુધી ગુણવત્તાસભર સેવા પહોંચાડશે. (તસ્‍વીરઃ અહેવાલઃ કેતન ખત્રી)  (૯.ર૪)

(3:11 PM IST)