<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 28th October 2025

વડોદરામાં ફરી એકવાર રહેણાક વિસ્તારમાં મહાકાય મગર આવી ચડ્યો

વનવિભાગની ટીમે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચીને સ્વૈચ્છિક સંસ્થાના કાર્યકરોની મદદથી વનવિભાગે મગરનું રેસ્ક્યૂ કર્યું

વડોદરામાં ફરી એકવાર રહેણાક વિસ્તારમાં મહાકાય મગર આવી ચડ્યો હતો. અશ્વમેઘ સોસાયટીના પાર્કિંગમાં વહેલી સવારે મગર નજરે આવતા લોકો ડરી ગયા હતા અને સ્થાનિકોએ તાત્કાલિક વનવિભાગને જાણ કરી હતી. વનવિભાગની ટીમે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચીને સ્વૈચ્છિક સંસ્થાના કાર્યકરોની મદદથી વનવિભાગે મગરનું રેસ્ક્યૂ કર્યું હતું.

(6:57 PM IST)