તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 28th October 2025
ચરોતરમાં કમોસમી વરસાદથી ખેડૂતો પાયમાલ: કપડવંજ વિસ્તારમાં તૈયાર મગફળીનો પાક ધોવાયો
નારના મુવાડા, ગરોડ, અંતિસર, મુવાડી, અને બાકરની મુવાડી સહિતના અનેક ગામોમાં ખેડૂતોને મોટો ફટકો પડ્યો

ચોમાસાએ ગુજરાતમાંથી વિદાય લીધા પછી પણ, કમોસમી વરસાદનું રૌદ્ર સ્વરૂપ સામે આવ્યું છે. ચરોતરમાં કમોસમી વરસાદથી ખેડૂતો પાયમાલ થયા છે. ખેડાના કપડવંજ વિસ્તારમાં કમોસમી વરસાદનું તાંડવ, તૈયાર મગફળીનો પાક ધોવાયો છે. કપડવંજનાં નારના મુવાડા, ગરોડ, અંતિસર, મુવાડી, અને બાકરની મુવાડી સહિતના અનેક ગામોમાં ખેડૂતોને મોટો ફટકો પડ્યો છે. ગરીબ ખેડૂતોની આશરે 700 વીઘા જેટલી તૈયાર થયેલી મગફળીનો પાક સંપૂર્ણપણે નષ્ટ થયો છે. મગફળીના પાકને છેલ્લા સમયમાં પાણી લાગતાં ખેડૂતોની વર્ષભરની મહેનત માથે પડી. બજારમાં વેચવા માટે તૈયાર થયેલો મગફળીનો પાક કમોસમી વરસાદના કારણે સડી જવાની ભીતિ સર્જાઈ છે. ખેડૂતોએ સરકાર સમક્ષ માંગ કરી છે કે, “સરકાર તાત્કાલિક નુકસાનનું સર્વે કરાવી અમને યોગ્ય વળતર આપે,
(6:37 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
