<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 28th October 2025

પાક નુકસાનીનો તાકીદે સર્વે કરવા કોંગ્રેસે આપ્યું આવેદનપત્ર : જો સહાય નહીં ચુકવાય તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી

જગતના તાતના હાથમાં આવેલ કોળિયો છીંનવાતા કોંગ્રેસ દ્વારા હલ્લાબોલ કાર્યક્રમ યોજાયો

અમદાવાદ : રાજ્યમાં તાજેતરમાં પડેલા કમોસમી વરસાદને પગલે સુરત જિલ્લામાં ડાંગરના પાકને નુકસાન થયું છે. જગતના તાતના હાથમાં આવેલ કોળિયો છીંનવાતા આજે કોંગ્રેસ દ્વારા હલ્લાબોલ કાર્યક્રમ યોજાયો હતો. પાક નુકસાની મામલે બારડોલી પ્રાંતને આવેદન આપવામાં આવ્યું હતું. સરકાર દ્વારા પાક નુકસાનીનો સર્વે કરી ઝડપથી વળતર ચૂકવવા માંગ ઉઠી. પાક નુકસાની અંગે સહાય નહીં મળે તો ઉગ્ર આંદોલનની પણ ચીમકી ઉચ્ચારાઈ છે

 

(6:50 PM IST)