News of Tuesday, 28th October 2025
સુરતઃ ડુમસના દરિયાકિનારે પાણીમાં લક્ઝુરિયસ કાર ફસાતા દોડધામ મચી : ક્રેનની મદદથી બહાર કઢાઈ
ડુમસના દરિયાકિનારે વાહન લઈ જવા ઉપર પોલીસે પ્રતિબંધ ફરમાવ્યો હોવા છતાં લોકો ગાડી લઈને આવે છે.

સુરતઃ ડુમસના દરિયાકિનારે ફરી લક્ઝુરિયસ કાર ફસાઈ છે. દરિયાકિનારે પાણીમાં લક્ઝુરિયસ કાર ફસાતા દોડધામ મચી જવા પામી છે. પાણીમાં ડૂબેલી કારનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. લક્ઝુરિયસ કારને ક્રેનની મદદથી બહાર કાઢવામાં આવી છે. પોલીસે કારના માલિકને બોલાવી આગળની કાર્યવાહી શરૂ કરી છે. ડુમસના દરિયાકિનારે વાહન લઈ જવા ઉપર પોલીસે પ્રતિબંધ ફરમાવ્યો હોવા છતાં લોકો ગાડી લઈને આવે છે. અગાઉ પણ બે થી ત્રણ વખત લક્ઝુરિયસ કાર દરિયાના પાણીમાં ફસાઈ ચૂકી છે. ત્યારે ફરી એકવાર કાર ફસાતા અહીંના બીચ પર પોલીસ પેટ્રોલિંગ ઉપર પણ સવાલો ઉઠી રહ્યા છે
(7:00 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
