<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 28th October 2025

ડુમ્મસ બીચ પર પ્રતિબંધ હોવા છતાં કાર લઇ જનાર સામે કાર્યવાહી :દરિયામાં ફસાયેલ મર્સીડીઝ કાર માલિક સેજાન ચામડીયાની ધરપકડ

ઇન્સોરન્સ કલેઇમ મંજુર ન થાય તે માટે વિમા કંપની ને રિપોર્ટ કરવા તજવીજ

સુરત :  ડુમસ બીચ દરીયા કિનારા પર કાર તેમજ મો.સા. કઈ જવા પર પ્રતિબંધ હોવા છતાં બીચ પર અંદર ગફલત ભરી રીતે કાર હંકારી લઈ ગયેલ હોય જે શખ્શ સામે ડુમ્મસ પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી છે 

   પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતનાઓ દ્વારા, સુચના આપવામાં આવેલ કે હાલમાં શાળા કોલેજોમાં દિવાળી વેકેશન ચાલતુ હોય જેના કારણે સુરત શહેર તથા નજીકના વિસ્તારના ખુબજ મોટા પ્રમાણમાં સહેલાણીઓ બિચ તથા દરિયા કિનારે સહ પરિવાર સાથે ફરવા માટે આવતા હોય બીચ તથા દરિયા કિનારાના વિસ્તારમાં કોઈ પણ વ્યક્તિઓ દરિયાના પાણી સુધી ન જાઈ અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેની ખાસ તકેદારી રાખવા સુચના આપવામાં આવેલ હોય,

   જે અન્વયે સંયુક્ત પોલીસ કમિશનર સેક્ટર-ર તથા નાયબ પોલીસ કમિશનર ઝોન-૭ તથા મદદનીશ પોલીસ કમિશનર "એમ" ડિવીઝન નાઓની સુચનાના અને માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર એન.વી. ભરવાડના માર્ગદર્શન હેઠળ ડુમસ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ દરીયા ગણેશ બીચ તથા ગોલ્ડન બીચ તેમજ નદિ - કાંઠા અને ઓવારા વિસ્તારમાં આવેલ અન્ય સનસેટ પોઈન્ટની જગ્યાઓ ઉપર સ્થાનીક પોલીસનો જરૂરી તકેદારી બંદોબસ્ત રાખવામાં આવેલ. 

   જે દરમ્યાન હરકોઇ વખતે ડુમસ દરીયા ગણેશ મંદીર પાસે દરીયા કિનારા પર જાહેરમાં એક શખ્શે પોતાના કબ્જામાની મરસીડીઝ કંપનીની C220 મોડેલની ફોરવ્હિલ કાર જેનો રજી. નં-GJ-05-JH-5155 ની ગફલતભરી રીતે માનવ જીંદગી જોખમાય તે રીતે હંકારી લાવી દરીયાના પાણી તથા કિચડ સુધી લઇ જઇ અંદર ફસાવી દિધેલ હોય જે શખ્શ નામે સેઝાન સલીમ ચામડીયા (ઉ.વ.-૧૮)( રહે-સી/૧૦૭ગ્રીન એવેન્યુ, ઘોડદોડ રોડ, સુરત શહેર) નાઓ વિરૂધ્ધમાં ડુમસ પો.સ્ટે પાર્ટ-A 11210006250510/2025 ભારતિય ન્યાય સંહિતા- ૨૦૨૩ ની કલમ ૨૮૧ તથા એમ.વી. એક્ટ કલમ ૧૮૪, ૧૭૭ મુજબ નો ગુનો દાખલ કરી શખ્શની ધડપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.

  તેમજ શખ્શની માલીકીની મરસીડીઝ કંપનીની C220 મોડેલની ફોરવ્હિલ કાર જેનો રજી. નં-GJ-05-JH-5155 નો ઇન્સોરન્સ કલેઇમ મંજુર ન થાય તે માટે વિમા કંપની ને રિપોર્ટ કરવા તજવીજ કરવામાં આવેલ છે.

(7:56 PM IST)