<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 28th October 2025

અમદાવાદ મહાનગરપાલિકાની 192 બેઠકોમાં 96 બેઠકો મહિલાઓ માટે અનામત જાહેર

આ વખતે 27 ટકા ઓબીસી (OBC - અન્ય પછાત વર્ગ) અનામતના અમલ સાથે ચૂંટણી યોજાશે: કુલ 133 બેઠકો વિવિધ અનામત વર્ગો માટે ફાળવાઈ

અમદાવાદ: રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા અમદાવાદ સહિતની મહાનગરપાલિકામાં આગામી ચૂંટણી માટે અનામત બેઠકોની સત્તાવાર ફાળવણીની જાહેરાત કરવામાં આવી છે. આ વખતે 27 ટકા ઓબીસી (OBC - અન્ય પછાત વર્ગ) અનામતના અમલ સાથે ચૂંટણી યોજાશે, જે એક મહત્વનો ફેરફાર છે.

અમદાવાદ મહાનગરપાલિકા (AMC)ની કુલ 192 બેઠકો પર આ ફાળવણી લાગુ થશે, જેમાં 96 બેઠકો મહિલાઓ માટે અનામત રાખવામાં આવી છે. આ સાથે જ, કુલ 133 બેઠકો વિવિધ અનામત વર્ગો માટે ફાળવવામાં આવી છે, જ્યારે 59 બેઠકો સામાન્ય વર્ગ માટે રાખવામાં આવી છે.

આ જાહેરાતમાં મનપાના 48 વોર્ડ વાઈઝની યાદી પણ જાહેર કરવામાં આવી છે, જેનાથી તમામ વોર્ડમાં કઈ બેઠક કયા વર્ગ માટે અનામત છે તે સ્પષ્ટ થઈ ગયું છે. આ નવી ફાળવણી આગામી ચૂંટણી માટે રાજકીય પક્ષો અને ઉમેદવારો માટે એક નવો રણનીતિનો તબક્કો શરૂ કરશે.

(11:05 PM IST)