<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 29th October 2025

રાજયમાં છેલ્લા 24 કલાકમાં 136 તાલુકામાં વરસાદ: ડીસામાં સૌથી વધુ 2 ઈંચ ખાબક્યો

રાજ્યમાં 16 તાલુકામાં 1 ઈંચથી વધારે વરસાદ: સુત્રાપાડા અને પાટણ-વેરાવળમાં 1.89 ઈંચ વરસાદ :તાલાલામાં 1.85 તો બાવળામાં 1.65 ઈંચ વરસાદ વરસ્યો

અમદાવાદ : હવામાન વિભાગની આગાહી વચ્ચે ગુજરાતના અનેક વિસ્તારોમાં ધોધમાર કમોસમી વરસાદ વરસ્યો છે. છેલ્લા 24 કલાકમાં 136 તાલુકામાં વરસાદ ખાબક્યો છે. 16 તાલુકામાં 1 ઈંચથી વધારે વરસાદ ખાબક્યો છે. બનાસકાંઠાના ડીસામાં સૌથી વધુ 2 ઈંચ વરસાદ વરસ્યો છે. 

  સુત્રાપાડા અને પાટણ-વેરાવળમાં 1.89 ઈંચ વરસાદ વરસ્યો છે. આ ઉપરાંત તાલાલામાં 1.85 તો બાવળામાં 1.65 ઈંચ વરસાદ વરસ્યો છે. બીજી તરફ રાધનપુર અને ધોળકામાં 1.57 ઈંચ વરસાદ વરસ્યો છે.

 

અરબસાગરમાં બનેલા ડિપ્રેસરના કારણે વરસાદનું જોર જોવા મળશે. સૌથી વધુ વરસાદ સૌરાષ્ટ્ર અને કચ્છમાં પડ્યો છે અને હજુ પણ આગાહી આપવામાં આવી છે. આગામી સાત દિવસ રાજ્યમાં ભારે વરસાદની આગાહી છે જેમાં આગામી ત્રણ દિવસ સૌરાષ્ટ્રમાં ઓરેન્જ અલર્ટ સાથે ભારે વરસાદ થશે.

 દક્ષિણ ગુજરાતનાં જિલ્લાઓમાં બે દિવસ યેલો અલર્ટ અપાયું છે. બે દિવસ બાદ એટલે કે 30 તારીખથી દક્ષિણ ગુજરાતમાં વરસાદનું જોર વધશે. મોન્સૂન ટ્રફ, સાયકલોનિક સર્ક્યુલેશનના કારણે વરસાદ થઇ રહ્યો છે.

(1:23 PM IST)