હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Wednesday, 29th October 2025
શિરડી દર્શનાર્થે જતા સુરતના શ્રદ્ધાળુઓને નાસિક નજીક અકસ્માત: ત્રણ લોકોના મોત : ચાર ઘાયલ
ફોર્ચ્યુનર કાર નાસિક જિલ્લાના યેવલા ખાતે પહોંચી ત્યારે કારના ચાલકે કાબૂ ગુમાવતા કાર પલટી મારીને ડિવાઇડર સાથે અથડાઈ

મહારાષ્ટ્રના નાસિક જિલ્લામાં સુરતના શ્રદ્ધાળુઓની કારનો અકસ્માત થયો છે. નાસિક-છત્રપતિ સંભાજી મહારાજ હાઇવે પર ફોર્ચ્યુનર કાર પલટી મારી ગઇ હતી. અકસ્માતની આ ઘટનામાં ત્રણ લોકોના મોત નીપજ્યાં છે. જ્યારે ચાર લોકોને ગંભીર ઇજા પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. સુરતથી શિરડી દર્શનાર્થે જઇ રહ્યાં હતા એ દરમિયાન આ બનાવ બન્યો હતો. સ્થાનિક પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
બનાવની મળતી માહિતી અનુસાર, સુરતના સાત શ્રદ્ધાળુઓ શિરડી સાઇબાબાના દર્શનાર્થે જ રહ્યાં હતા. તેમની ફોર્ચ્યુનર કાર નાસિક જિલ્લાના યેવલા ખાતે પહોંચી ત્યારે કારના ચાલકે કાબૂ ગુમાવતા કાર પલટી મારી ગઇ હતી. કાર પલટી મારીને ડિવાઇડર સાથે અથડાઈ હતી.
અકસ્માત થયો હોવાની જાણ થતાં આસપાસના સ્થાનિકો દોડી આવ્યા હતા અને બનાવ અંગે પોલીસને જાણ કરવામાં આવી હતી. અકસ્માતની આ ઘટનામાં ત્રણ લોકોના મોત નીપજ્યાં છે. જ્યારે ચાર લોકોને ગંભીર ઇજ પહોંચી હતી.
બનાવની જાણ થતાં સ્થાનિક પોલીસ પહોંચી હતી. અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ થયેલા ચાર લોકોને સારવાર અર્થો હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ત્રણ મૃતદેહોને પીએમ અર્થે ખસેડાયા છે. બનાવ અંગે નોંધ કરી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે
(1:41 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
