તા. ૨ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૬ બુધવાર
News of Wednesday, 29th October 2025
AACAનાં ૩૫માં વર્ષનું સેલિબ્રેશન - ‘‘ફેસ્ટિવલ ઓફ એડવર્ટાઈઝિંગ'' અને‘‘AACA મીડિયા એવોર્ડસ ૨૦૨૬''નુંઆયોજન

(કેતનખત્રી) અમદાવાદઃ અમદાવાદ એડવર્ટાઈઝિંગ વેલફેર સર્કલ એસોસિએશન (AACA), જેની સ્થાપના વર્ષ ૧૯૯૧માં થઈ હતી, તે આજે ૩૫ વર્ષના સર્જન, સહકાર અને સર્જનાત્મક ઉત્તમતાની ઉજવણી કરી રહ્યું છે. આ પ્રસંગે ‘‘ફેસ્ટિવલ ઓફ એડવર્ટાઈઝિંગ અને એએસીએ મીડિયા એવોર્ડસ ૨૦૨૬''નું ભવ્ય આયોજન કરવામાં આવી રહ્યું છે - જે ગુજરાતના એડવર્ટાઈઝિંગ અને મીડિયા ક્ષેત્રનો અત્યાર સુધીનો સૌથી મોટો સર્જનાત્મક સમારોહ બનશે.
આ ઉત્સવમાં પાંચ વિશિષ્ટ ઇવેન્ટસનો સમાવેશ થાય છેઃ ક્રિએટિવ સ્પાર્ક - યુનિવર્સિટી સ્ટુડન્ટસ માટે ક્રિએટિવ કોમ્પિટિશન, સાહિત્ય અને સંચારનું કલા-સંગમ, લેજન્ડ ટોક શો - રાષ્ટ્રીય સ્તરના એડવર્ટાઈઝીંગ નિષ્ણાતો સાથેની ઇન્ટરેક્ટિવ ચર્ચા, એએસીએ મીડિયા એવોર્ડસ ૨૦૨૬ જેમાં -ન્ટિ, રેડિયો, ટેલિવિઝન/સિનેમા, આઉટડોર અને ડિજિટલ મીડિયામાં સર્જનાત્મક ઉત્કળષ્ટતાનો સન્માન સમારોહ અને નૅશનલ કૉફી ટેબલ બુક - ગુજરાતની સર્જનાત્મક સિદ્ધિઓનું ડૉકયુમેન્ટેશન થશે. ખ્ખ્ઘ્ખ્ મિડિયા એવોર્ડસમાં ભાગ લેવા માટે રજીસ્ટ્રેશન માટે એડવર્ટાઈઝીંગ એજન્સીઓ તેમની એન્ટ્રી ઓનલાઇન www. mediaa wards.adcircle.in પર સબમિટ કરી શકે
ગ્રાન્ડ એવોર્ડ નાઈટનું આયોજન ૪ જાન્યુઆરી ૨૦૨૬ના રોજ અમદાવાદ ખાતે થશે. ફેસ્ટિવલ ઓફ એડવર્ટાઇઝિંગ ગુજરાત એડવર્ટાઈઝીંગ - મિડીયાની સર્જનાત્મકતા અને ઉત્તમતા માટે સૌથી ભવ્ય સેલિબ્રેશન બનશે. GO GRAB IT ! મિડીયા માહિતી માટે સંપર્ક કરોઃ નીપા શુકલા ૯૩૭૫૦૩૫૦૬૦ | [email protected]
(3:00 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
