News of Wednesday, 29th October 2025
ગુજરાત કોંગ્રેસના હોદેદારોએ પૂ. જલારામ બાપાના આર્શીવાદ મેળવ્યા
ગુજરાત કોંગ્રેસના પ્રભારી મુકુલ વાસનિકજી, પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિતભાઇ ચાવડા તથા વિરોધ પક્ષના નેતા ડો. તુષારભાઇ ચૌધરીએ વિરપુર ખાતે શીશ ઝુંકાવ્યું

રાજકોટ, તા. ર૯: વિશ્વ વંદનીય પ.પૂ. શ્રી જલારામ બાપાની આજરોજ રર૬ મી જન્મજયંતિ છે ત્યારે ગુજરાત કોંગ્રેસના પ્રભારી શ્રી મુકુલ વાસનિકજી, પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અને ધારાસભ્ય શ્રી અમિતભાઇ ચાવડા તથા ગુજરાત વિધાનસભાના વિરોધપક્ષના નેતા અને ધારાસભ્ય શ્રી તુષારભાઇ ચૌધરીએ ગઇકાલે વિરપુર જઇને પૂ. જલારામ બાપાના મંદિરે શીશ ઝુકાવ્યું હતું અને જલારામ બાપાના આર્શીવાદ મેળવ્યા હતા. આગેવાનોએ વિશ્વશાંતિની તથા સર્વેના કલ્યાણની પ્રાર્થના સાથે એક તંદુરસ્ત સમાજનું નિર્માણ થાય તેવો ભાવ વ્યકત કર્યો હતો. કોંગ્રેસના ત્રણેય ટોચના હોદેદારો સાથે રાજકોટના જાણીતા ઓર્થોપેડીક સર્જન ડો. નિશાંતભાઇ ચોટાઇ, રઘુવંશી અગ્રણી શ્રી સંજયભાઇ લાખાણી સહિતના અગ્રણીઓ જોડાયા હતા. (તસ્વીર સૌજન્યઃ ઇન્ટરનેટ)
(3:02 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
