News of Wednesday, 29th October 2025
ત્રીજી આંખની નજરમાંથી બચી વડોદરામાં જાણીતા જવેલર્સની દુકાનમાંથી લાખો રૂપિયાના સોનાના દાગીના છું કરી દેતી યુપીની મહિલા ગેંગની સંજુ અંતે ક્રાઇમ બ્રાન્ચના સકંજામાં
સાવધાન... સોનાના ભાવ આસમાને પહોંચતા ઉતર પ્રદેશની મહિલા ગેંગ ગુજરાતને ટાર્ગેટ બનાવવા સક્રિય બની હોવાનું તારણઃ વડોદરા પોલીસ કમિશનર નરસિંહમાં કોમારની જાગળતિ રંગ લાવી : વોન્ટેડ પ્રાચી, પૂજા અને કમલ સોનીને શોધવા ક્રાઇમ બ્રાન્ચ વડા લીના પાટીલ, ડીસીપી હિમાંશુ વર્મા અને ઇન્ચાર્જ એસીપી એચ ડી ચાવડાના માર્ગદર્શનમાં વિશેષ ટીમો રાજ્ય બહાર ઉતરપ્રદેશ સુધી સક્રિય બની : Pi આર. જી. જાડેજા, Pi એચ. ડી.તુવર Pi એન. જી. જાડેજા psi આર.એન.બારૈયા અને પીએસઆઈ કે. ડી. રાઠોડ સહિતની આખી ટીમની કાબિલેદાદ કામગીરી

રાજકોટ તા.૨૯: વડોદરાના જાણીતા જવેલર્સની દુકાનમાંથી ત્રણ મહિલાઓ દ્વારા લાખો રૂપિયાની કિંમતની ૮ સોનાની બંગડીઓ ચોરી જવાની ઘટનાં ઘટતા સીબીઆઇ બેક ગ્રાઉન્ડ ધરાવતા અને દેશના વિવિધ રાજ્યોમાં બનતી ચોરી,લૂંટ અને વિવિધ ગેંગો અને તેની મોડેસ ઓપરેન્ડી પર બારીક નજર રાખતા વડોદરા પોલીસ કમિશનરને કોઈ મહિલા જ્વેલ થીફ ગેંગના ગુજરાતમાં પગ પેસારો થયાની શંકા આધારે આ મામલો ક્રાઇમ બ્રાન્ચને સુપ્રત કરવા કરેલ નિર્ણય સાર્થક સાબિત થયો છે.
ક્રાઇમ બ્રાન્ચ વડા લીના પાટીલ, ડીસીપી હિમાંશુ વર્મા અને ઇન્ચાર્જ એસપી એચ.ડી ચાવડાના માર્ગદર્શનમાં સમગ્ર મામલાનો ભેદ ઉકેલવાની જવાબદારી ક્રાઇમ બ્રાન્ચ પોલીસ ઇન્સ્પેક્ટર આર જી જાડેજા, એચ ડી તુવર, પોલીસ ઇન્સ્પેક્ટર એન જી જાડેજાના નેતળત્વમાં સબ ઇન્સ્પેક્ટર કે ડી રાઠોડ તથા સ્ટાફને સોંપવામાં આવેલ. ક્રાઈમ બ્રાન્ચ ટીમ દ્વારા નવેસરથી સીસીટીવી, ટેકનિકલ સર્વેલેન્સ અને બાતમીદાર વર્તુળ એક્ટિવ કરતા મહિલા ગેંગનો મૂળ ઉત્તરપ્રદેશના કાનપુરની સંજુને ઓળખવામાં સફળતા મળી હતી, ગેંગના અન્ય મહિલા સાગરિતો અન્ય કોઈ જગ્યાએ કસબ અજમાવે તે પહેલા સંજુને ઝડપી લેવા નિર્ણય થયો , દરમિયાન સંજુ લલિતા ટાવર જેતલપુર નજીક ઉભી હોવાની માહિતી ક્રાઈમ બ્રાન્ચને મળતા તુરંત એક ટીમ ત્યાં પંહોચી સંજુને ઝડપી લીધી હતી , અન્ય ફરાર બનતા સંજુ પાસેથી તેમની તમામ વિગતો મેળવી હતી, પોલીસ કમિશ્નર દ્વારા ફરારી મહિલાને ઝડપવા વિશેષ ટીમો બનાવવા સૂચવ્યું હતું.
પકડાયેલ આરોપીનું નામ-સરનામું: (૧) પકડાયેલ - સંજુ w/o રવિન્દ્ર ગજોધર ગુપ્તા ઉં.વ.૪૦ રહે. ઝરોલી ફૈઝ-ટુ, સરદાર પટેલ એકેડેમી પાસે, થાના- ગુંજૈની કાનપુર ઉત્તરપ્રદેશ (૨) વોન્ટેડ - પ્રાચી ઉર્ફે પૂજા પ્રશાંત તિવારી રહે. કાનપુર ઉત્તપ્રદેશ (૩) વોન્ટેડ - અર્ચના મહેશકુમાર સિંહ રહે. કાનપુર ઉત્તપ્રદેશ (૪) વોન્ટેડ - સોની કમલ રહે. કાનપુર ઉત્તપ્રદેશનો સમાવેશ થાય છે.
આ કામગીરી કરનાર ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓઃ (૧) PI આર.જી.જાડેજા (૨) PI એચ.ડી.તુવર (૩) PI એન.જી,જાડેજા (૪) PSI આર.એન.બારૈયા (૫) PSI કે.ડી.રાઠોડ (૬) ASI હરીભાઇ વિરમભાઇ (૭) ASI વિપીનચંદ્ર ગોવિંદભાઇ (૮) ASI હિરેનભાઇ મનસુખભાઇ (૯) HC જયદીપસિંહ વાસુદેવસિંહ (૧૦) HC પ્રણવભાઇ મોહનભાઇ (૧૧) HC રાજવીરસિંહ નાથુભા (૧૨) HC ભુપેંદ્રસિંહ નરેંદ્રસિંહ (૧૩) HC રાજબા કનુભાઇ (૧૪) HC હીતેંદ્રસિંહ ગંભીરસિંહ (૧૫) HC કિશોરભાઇ રણજીતભાઇ (૧૬) HC જયદીપભાઇ મહેશભાઇ (૧૭) PC નિધીબેન માવજીભાઇ (૧૮) PC કોમલબેન નારસિંગભાઇ વિગેરેએ કરેલ

(3:25 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
