<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 29th October 2025

અમરેલી અને ભાવનગર જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા : હવામાન વિભાગ દ્વારા આજની આગાહી

અરબી સમુદ્રમાં સક્રિય થયેલું ડિપ્રેશન પૂર્વ-મધ્ય અરબી સમુદ્ર પર લગભગ સ્થિર રહ્યું હતું અને આગામી 36 કલાકમાં તે ઉત્તર-પૂર્વ દિશામાં આગળ વધવાની સંભાવના

અમદાવાદ તા.૨૯ : ગુજરાતમાં કમોસમી વરસાદી માહોલ યથાવત રહ્યો છે, જ્યાં છેલ્લા 24 કલાકમાં રાજ્યના વિવિધ ભાગોમાં સારો વરસાદ નોંધાયો છે. દરમિયાન, અરબી સમુદ્રમાં સક્રિય થયેલું ડિપ્રેશન પૂર્વ-મધ્ય અરબી સમુદ્ર પર લગભગ સ્થિર રહ્યું હતું અને આગામી 36 કલાકમાં તે ઉત્તર-પૂર્વ દિશામાં આગળ વધવાની સંભાવના છે. કમોસમી વરસાદ ખેડૂતો માટે ચિંતાનો વિષય બન્યો છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા આગામી 4 નવેમ્બર સુધી રાજ્યમાં માવઠાનો માહોલ યથાવત રહેશે તેવી શક્યતા વ્યક્ત કરી છે. આગાહી અનુસાર આજે અમરેલી અને ભાવનગરમાં અતિભારે જ્યારે જૂનાગઢ, ગીર સોમનાથ, સુરત સહિતના જિલ્લાઓમાં ભારે વરસાદની શક્યતા છે.

29 ઓક્ટોબરે આ જિલ્લામાં અતિભારે વરસાદની શક્યતા

હવામાન વિભાગ અનુસાર, આજે 29 ઓક્ટોબર 2025ના રોજ અમરેલી અને ભાવનગર જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે.જ્યારે જૂનાગઢ, ગીર સોમનાથ, બોટાદ, ભરૂચ, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ જિલ્લામાં ભારે વરસાદ થઇ શકે છે. આ ઉપરાંત દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જામનગર, રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગર, અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, પાટણ, બનાસકાંઠા, કચ્છ, સાબરકાંઠા, અરવલ્લી, ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ, વડોદરા, મહીસાગર, છોટા ઉદેપુર અને નર્મદા જિલ્લામાં હળવોથી મધ્યમ વરસાદ થઇ શકે છે.

30 ઓક્ટોબરે આ જિલ્લામાં અતિભારે વરસાદની શક્યતા

30 ઓક્ટોબર 2025ના રોજ પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ થઇ શકે છે. જ્યારે દેવભૂમિ દ્વારકા, રાજકોટ, બોટાદ, આણંદ, ભરૂચ, વડોદરા, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડ જિલ્લામાં ભારે વરસાદ થઇ શકે છે. કચ્છ, જામનગર, મોરબી, સુરેન્દ્રનગર, અમદાવાદ, પાટણ, બનાસકાંઠા, મહેસાણા, ગાંધીનગર, અરવલ્લી, સાબરકાંઠા, ખેડા, મહીસાગર જિલ્લામાં હળવોથી મધ્યમ વરસાદ થઇ શકે છે.

31 ઓક્ટોબરે આ જિલ્લામાં અતિભારે વરસાદની શક્યતા

31 ઓક્ટોબર 2025ના રોજ દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. જ્યારે જામનગર, રાજકોટ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, આણંદ, વડોદરા, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડ જિલ્લામાં ભારે વરસાદ થઇ શકે છે. આ ઉપરાંત કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, પાટણ, બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અમદાવાદ, ખેડા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, છોટા ઉદેપુર જિલ્લામાં હળવોથી મધ્યમ વરસાદ થઇ શકે છે.

1 નવેમ્બરે આ જિલ્લાઓમાં ભારે વરસાદ થઇ શકે

1 નવેમ્બર 2025ના રોજ ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, સુરત, નવસારી, વલસાડ જિલ્લામાં ભારે વરસાદની શક્યતા છે. જ્યારે કચ્છ, મોરબી, જામનગર, પોરબંદર, દેવભૂમિ દ્વારકા, રાજકોટ, સુરેન્દ્રનગર, જૂનાગઢ, અમદાવાદ, ગાંધીનગર, પાટણ, મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠા, ખેડા, આણંદ, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, વડોદરા, તાપી અને ડાંગ જિલ્લામાં હળવોથી મધ્યમ વરસાદ થઇ શકે છે.

2થી 4 નવેમ્બર છૂટાછવાયા વરસાદની શક્યતા

2થી 4 નવેમ્બર 2025 દરમિયાન અમરેલી, ભાવનગર, સુરત, નવસારી, વલસાડ. કચ્છ, મોરબી, જામનગર, પોરબંદર, દેવભૂમિ દ્વારકા, રાજકોટ, સુરેન્દ્રનગર, જૂનાગઢ, અમદાવાદ, ગાંધીનગર, પાટણ, મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠા, ખેડા, આણંદ, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, વડોદરા, તાપી અને ડાંગ જિલ્લામાં હળવોથી મધ્યમ વરસાદ થઇ શકે છે.

(4:14 PM IST)