<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 29th October 2025

સુરતના ઉદ્યોગપતિ સાથે રાજસ્થાન હાઇવે પર લૂંટ: ચેમ્બરના પૂર્વ પ્રમુખ આશિષ ગુજરાતી પર હુમલો

ઉદયપુર હાઇવે પર ઉદ્યોગપતિ લઘુ શંકા માટે કારમાંથી ઉતરતા બાઈક સવારોએ રોકડ અને જ્વેલરીની લૂંટ કરી

સુરતના ઉદ્યોગપતિ સાથે રાજસ્થાન હાઇવે પર લૂંટનો બનાવ બન્યો છે. ઉદ્યોગપતિ અને ચેમ્બરના પૂર્વ પ્રમુખ આશિષ ગુજરાતી પર હુમલો કરી લૂંટ કરવામાં આવી હતી. ઉદયપુર હાઇવે પર ઉદ્યોગપતિ લઘુ શંકા માટે કારમાંથી ઉતરતા બાઈક સવારોએ રોકડ અને જ્વેલરીની લૂંટ કરી હતી. આશિષ ગુજરાતી પરિવાર અને મિત્રો સાથે રાજસ્થાન ફરવા જઈ રહ્યાં હતા તે સમયે ઉદયપુર હાઇવે પર બની લૂંટની ઘટના. ઉદ્યોગપતિ આશિષ ગુજરાતી મોડી રાત્રે લઘુ શંકા માટે ઉતરતા તેમની પર હુમલો કરાયો હતો. 15000 રોકડા અને સોનાની ચેન વીંટી મળી 3 લાખથી વધુની લૂંટ થઈ હતી. ઉદ્યોગપતિએ રાજસ્થાન ખાતે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

 

(8:46 PM IST)