<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 29th October 2025

બરવાળા નગરપાલિકા "લોક કલ્યાણ મેળો" યોજાયો

પી.એમ.સ્વનિધિ યોજનાના કુલ ૧૦૦થી વધારે લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા

બરવાળા નગરપાલિકા ખાતે શહેરી વિકાસ વર્ષ 2025ની થીમ હેઠળ પી.એમ. સ્વનિધિ 2.0 મેળાનું બરવાળા નગરપાલિકા ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં બરવાળા નગરપાલિકા પ્રમુખ ગદીશભાઈ ચાવડા, ઉપપ્રમુખ અમૃતાબેન ધોલેરીયા, નગરપાલિકાના કારોબારી ચેરમેન ઈન્દુભાઈ ઝાલા અને અગ્રણી અલ્પેશભાઈ પનારા, નગરપાલિકાના સિનિયર કલાર્ક નિલેશભાઈ વસાણી તથા પી.એમ.સ્વનિધિ યોજનાના કુલ ૧૦૦થી વધારે લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

(10:23 PM IST)