News of Wednesday, 29th October 2025
હિંમતનગરમાં સરકારી હોસ્પિટલ પર બેદરકારીનો આરોપ :સર્જરી બાદ સાડા પાંચ વર્ષની બાળકીની તબિયત લથડી
પરિવારે બાળકને સારવાર માટે અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં ખસેડ્યું: પરિવારે જિલ્લા આરોગ્ય, પોલીસ અને સિવિલ તંત્રને રજૂઆત કરી

હિંમતનગરમાં સરકારી હોસ્પિટલ પર બેદરકારીનો આરોપ લગાવવામાં આવ્યો છે. સર્જરી બાદ સાડા પાંચ વર્ષની બાળકીની તબિયત લથડી હતી. છેલ્લા 20 દિવસથી બાળકી બેભાન અવસ્થામાં છે. પરિવારે હોસ્પિટલમાં રજૂઆતો કરી છતાં પરિણામ શૂન્ય છે. સિવિલ હોસ્પિટલની બેદરકારીને કારણે પરિવારમાં આક્રોશ જોવા મળ્યો છે. પરિવારે બાળકને સારવાર માટે અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં ખસેડ્યું છે. પરિવારે જિલ્લા આરોગ્ય, પોલીસ અને સિવિલ તંત્રને રજૂઆત કરી છે. બેદરકારી દાખવનારા તબીબો સામે કાર્યવાહીની માગ કરવામાં આવી છે.
(10:24 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
