તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 30th October 2025
ગુજરાતમાં ફુંકાતા ઠંડા પવનો : આગામી 2 દિવસ બાદ ફરી ઠંડી વધે તેવી શકયતા
અનેક જીલ્લાઓમાં કાતિલ ઠંડીનો વધુ એક રાઉન્ડ આવશે ;અમદાવાદમાં 14 ડિગ્રી અને ગાંધીનગરમાં 13 ડિગ્રી આસપાસ તાપમાન નોંધાયું

અમદાવાદ : રાજ્યમાં ઠંડીનું જોર યથાવત છે. તેમજ તાપમાનમાં પણ નહિવત વધારો થયો છે. ત્યારે અમદાવાદમાં 14 ડિગ્રી અને ગાંધીનગરમાં 13 ડિગ્રી આસપાસ તાપમાન નોંધાયું છે. જ્યારે ડીસામાં 13 ડિગ્રી, ભુજમાં 13.4 ડિગ્રી આસપાસ તાપમાન નોંધાયું છે. જ્યારે અન્ય શહેરની વાત કરીએ તો 13 થી 15 ડિગ્રી આસપાસ તાપમાન નોંધાયું છે. તેમજ હાલ ઉત્તર પૂર્વનાં પવન ફૂંકાઈ રહ્યા છે. 24 કલાક બાદ ફરી ઠંડી વધે તેવી શક્યતાઓ છે. હવામાન વિભાગના અધિકારીઓના જણાવ્યા મુજબ હાલ ઉત્તર પૂર્વથી પૂર્વના પવન ફૂંકાઈ રહ્યા છે. જેને લઇ પવનમાં વધારો આવે તેવી શક્યતાઓ છે. ત્યારે આગામી 2 દિવસ બાદ ફરી ઠંડી વધે તેવી શકયતા હવામાન વિભાગે દર્શાવી છે.
(12:02 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
