તા. ૧ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૯ સોમવાર
News of Thursday, 30th October 2025
૬૦ હજાર વકીલોનું વેરીફિકેશન, ૧૦ નવેમ્બર સુધી મુદ્દત લંબાવાઇ
રાજ્યના હજારો વકીલોને બાર કાઉન્સીલમાંથી મોટી રાહત : એડવોકેટ વેલ્ફેર ફંડની રિન્યુઅલ ફી ભરવાની મુદત પણ તા.૩૦ નવેમ્બર સુધી લંબાવવાનો બાર કાઉન્સીલનો નિર્ણય

અમદાવાદ તા.૩૦: ગુજરાત બાર કાઉન્સીલ દ્વારા આજે એક મહત્ત્વના નિર્ણય મારફત ગુજરાતના જે વકીલોને તેમના પ્રેકટીસ વેરીફિકેશન ફોર્મ ભરવાના બાકી છે તે ભરવાની મુદત તા.૧૦મી નવેમ્બર સુધી લંબાવી આપી છે. વકીલોના વેરીફિકેશન ફોર્મ ભરવાની છેલ્લી તારીખ તા.૩૦ ઓક્ટોબર હતી પરંતુ દિવાળીના તહેવારો અને રાજાળીના માહોલને ધ્યાનમાં લઈ હજારો વકીલો વેરીફિકેશન ફોર્મ ભરી શકયા ન હતા અને તેની મુદત વધારવા બાર કાઉન્સીલમાં રજૂઆત કરી હતી., જેને ધ્યાનમાં લઇ આજે આ મહત્ત્વનો નિર્ણય લેવાયો હતો. આ સાથે વેલ્ફેર ફંડની રિન્યુઅલ ફી ભરવાની મુદત પણ તા.૩૦ નવેમ્બર સુધી લંબાવવામાં આવી છે.
ગુજરાત સહિત દેશભરમાંથી ભૂતિયો વકીલોને વકીલાતના વ્યવસાયમાંથી બાકાત કરવાના ભાગરૂપે ખુદ સુપ્રીમકોર્ટે સમગ્ર દેશમાં વકીલોનો વેરીફિકેશનની પ્રક્રિયાને લઇ વર્ષ ૨૦૧૫માં કેટલાક મહત્ત્વના નિર્દેશો જારી કર્યા હતા અને ત્યારથી સમગ્ર દેશમાં વકીલોની વેરીફિકેશનની પ્રક્રિયા જે તે સ્ટેટ બાર કાઉન્સીલના માધ્યમથી શરૂ કરવામાં આવી હતી. જો કે, આજે લગભગ ૧૦ વર્ષ બાદ પણ વેરીફિકેશનની પ્રક્રિયા પૂરી થઇ નથી. ગુજરાત રાજયમાં આજની તારીખે પણ આશરે ૫૦ હજારથી વધુ વકીલોના વેરીફિકેશન ફોર્મ ભરવાના બાકી છે. બીસીઆઈની સૂચના અને સુપ્રીમકોર્ટના નિર્દેશાનુસાર રચાયેલી સમિતિના નિર્દેશ મુજબ, જૂલાઈ-૨૦૧૦ પછી અને તા.૨૮-૨-૨૦૨૨ પહેલા નોંધાયેલા વકીલો પૈકી જે ૧૮હજારવકીલોએ પોતાના ડેકલેરેશનફોર્મ અગાઉ ભરેલા હતા, તેઓને પણ હવે નવેસરથી પ્રેકટીસ વેરીફિકેશન ફોર્મ ભરવાના છે. પ્રેકટીસ વેરીફિકેશન ફોર્મની સાથે સૂચનાપત્રમાં જણાવ્યા મુજબ, ધોરણ-૧૦, ધોરણ-૧૨, ગ્રેજયુએશન અને એલએલબીની તમામ માર્કશીટ્સ સ્વપ્રમાણિત કરીને મોકલવાની રહેશે. દરેક માર્કશીટની નકલ પર સનદ નંબર અચૂક લખવાનો રહેશે. જે વકીલોએ ઓલ ઇન્ડિયા બાર એકઝામ પાસ કરી છે તેઓને તેના આધારપુરાવા ફોર્મ સાથે રજૂ કરવાના રહેશે. આ સિવાય પાંચ વકીલાતનામા પણ રજૂ કરવાના રહેશે.
(10:17 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
