<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 30th October 2025

૫ દિવસમાં ૩.૭૮ લાખથી વધુ લોકોએ એસટીની મુસાફરી કરી

એસટી નિગમને આ વર્ષ દિવાળી તહેવાર ફળ્‍યો : તહેવાર સમયે એસટીએ રાજ્‍યમાં ૮ હજારથી વધુ ટ્રિપ મારી, નડિયાદ ખાતેથી એસટીની સૌથી વધુ ૧૮૫૧ ટ્રિપ ચલાવાઈ

અમદાવાદ તા.૩૦: દિવાળી તહેવાર દરમિયાન એસટી નિગમે માત્ર પાંચ વધુ ટ્રિપો મારી હતી. જેમાં અંદાજે ૩.૭૮ લાખથી વધુ લોકોએ દિવસમાં રાજ્‍યભરના વિવિધ ડેપોમાંથી એસટીની ૮ હજારથી મુસાફરી કરી પોતાના માદર વતને પહોંચ્‍યાં હતાં.

ગુજરાત રાજય માર્ગ પરિવહન નિગમ દ્વારા દિવાળી તહેવાર દરમિયાન મુસાફરોના ભારે પ્રવાહ અને વધતી માંગને ધ્‍યાનમાં રાખીને ચુસ્‍ત આયોજન કરવામાં આવ્‍યું હતું. જૈમાં અમદાવાદ, રાજકોટ, વડોદરા, સુરત, ભાવનગર, જૂનાગઢ સહિતના રાજ્‍યના વિવિધ ડેપોમાંથી ગત ૧૬ ઓક્‍ટોબરથી ૨૦ ઓક્‍ટોબર સુધીના સમયગાળામાં એસટીએ ૮ હજારથી વધુ ટ્રિપ મારી હતી. જેમાં આશરે સમયસર પોતાના માદરે ૩.૭૮ લાખથી વધુ લોકોએ મુસાફરી પહોંચીને પરિવાર સાથે દિવાળી તહેવારની ઉજવણી કરી હતી ૧૮૫૧ ટ્રિપો ચલાવતાં તેમાં ૬૪ હજાર લોકોએ મુસાફરી કરી હતી. આ ઉપરાંત સુરતમાં વસતા સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના રત્‍નકલાકારો તેમજ અન્‍ય મુસાફરો માટે સુરત ડેપોથી એસટી બસોને ૧૩૦૦ જેટલી ટ્રિપ ચલાવતાં ૬૮ હજાર લોકોએ મુસાફરી કરી હતી.

ઉલ્‍લેખનિય છેકે, દિવાળી તહેવાર હોવા છતાં એસટી નિગમના ડ્રાઈવર, કન્‍ડક્‍ટર અને ડેપો સ્‍ટાફે વધારાની ફરજ બજાવી મુસાફરોને સુરક્ષિત અને સમયસર તેમના વતને પહોંચાડ્‍યાં હતાં.

કયાં ડેપોથી કેટલી ટ્રિપ

શહેર     ટ્રિપ   મુસાફરી

અમદાવાદ      ૬૭૮  ૪૨,૦૦૦

સુરત    ૧૩૦૦ ૬૮,૦૦૦

વડોદરા ૪૩૭   ૧૭,૦૦૦

રાજકોટ  ૩૨૯   ૧૬,૦૦૦

હિંમતનગર     ૮૮૦  ૪૧,૦૦૦

જૂનાગઢ ૮૦૪   ૩૩,૦૦૦

નડિયાદ ૧,૮૫૧       ૬૪,૦૦૦

પાલનપુર       ૫૧૯  ૩૦,૦૦૦

મહેસાણા        ૬૪૫  ૨૫,૦૦૦

ગોઘરા  ૩૫૫   ૧૫,૦૦૦

અમરેલી       ૨૯૭   ૧૫,૦૦૦

(11:32 AM IST)