તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 30th October 2025
ગુજરાત ઉપર કાલ સુધીમાં ડીપડીપ્રેશન ત્રાટકશેઃ ૫૫ થી ૬૫ કિમીની ઝડપે પવન ફૂંકાશે
ગીરસોમનાથમાં અતિભારે વરસાદનું એલર્ટ

અમદાવાદ, તા.૩૦: હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં હજુ ૪ દિવસ ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. આવતીકાલ સુધીમાં ગુજરાત પર ડીપ ડિપ્રેશન ત્રાટકવાની તૈયારી હોવાથી આ કમોસમી વરસાદ ખેડૂતો માટે વધુ ખરાબ સાબીત થઈ શકે છે.
આ દરમ્યાન ૫૫થી ૬૫ કિમી પ્રતિકલાકની ઝડપે પવન પણ ફૂંકાઈ શકે છે. માછીમારોને ૫ દિવસ દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. ગીર સોમનાથમાં અતિભારે વરસાદનું એલર્ટ અપાયું છે.
જ્યારે પોરબંદર, જૂનાગઢ, રાજકોટ, અમરેલી, ભાવનગર, બોટાદ, સુરત, ભરૂચ, અમદાવાદ, ગાંધીનગર, સુરેન્દ્રનગર, આણંદ, ખેડા અને વડોદરામાં ભારેથી અતિભારે વરસાદ પડવાની શકયતા છે.
(3:51 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
