<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 30th October 2025

બિહાર વિધાનસભા ચૂંટણી માં ડેપ્‍યુટી સીએમનો ચહેરો બન્‍યા છેઃ મુકેશ સહાની

વિકાસશીલ ઇન્‍સાન પાર્ટીનું રીપોર્ટ કાર્ડ ‘વીઆઇપી'ની સ્‍થાપના ૨૦૧૮માં કરી હતી પક્ષનો મુખ્‍ય નારો છે, ‘નદીનો પુત્ર બિહારનો વિકાસ'

(જીતેન્‍દ્ર રૂપારેલિયા) વાપીઃ બિહાર વિધાનસભા ચૂંટણી જંગ રોચક બની રહ્યો છે, આક્ષેપ અને પ્રતિઆક્ષેપ ના દોર વચ્‍ચે બંને બાજુ જોર લાગી રહ્યું છે.

આ ચૂંટણીમાં ગઠબંધનમાં ઉપમુખ્‍યમંત્રી તરીકે મુકેશ સહાનીનું નામ નક્કી કરાયું છે કે જેવો વિકાસશીલ ઇન્‍સાન પાર્ટીના સ્‍થાપક છે, ત્‍યારે આપણે મુકેશ સહાની અને તેમના પક્ષનું રિપોર્ટ કાર્ડ જોઈએ તો...

મુકેશ સહાનીનો જન્‍મ ૩૧મી માર્ચ ૧૯૮૧ના રોજ બિહારના સુપૌલ જીલ્‍લા માં થયો હતો, મુંબઈમાં માધ્‍યમિક અને ડિઝાઇન ક્ષેત્રમાં અભ્‍યાસ કર્યો છે, મુકેશ સહાની એ તેમની કારકિર્દી મુંબઈ માં બનાવી તેવો બોલિવૂડમાં ફિલ્‍મ સેટ ડિઝાઇનર તરીકે કામ કરતા હતા , સફળ કારકિર્દી બાદ બિહારના પછાત વર્ગ માટે કામ કરવાની ઈચ્‍છા થી રાજકારણમાં આવ્‍યા.

વર્ષ ૨૦૧૮માં મુકેશ સહાની એ વિકાસશીલ ઇન્‍સાન પાર્ટી એટલે કે વીઆઇપીની સ્‍થાપના કરી પાર્ટીના ચિહન તરીકે બોટ મળ્‍યું, સમાજના પછાત વર્ગ માટે ખાસ કરીને મલ્‍લાહ (નિસાદ) સમુદાયના હીત માટે સંઘર્ષ શરૂ કર્યો.

૨૦૧૯માં લોકસભા ચૂંટણીમાં પાર્ટી મેદાન માં ઉતરી ૩ ઉમેદવારોને ઊભા રાખ્‍યા પરંતુ સફળતાના મળી ત્રણેયની હાર થઈ, ૨૦૨૦માં વિધાનસભા ચૂંટણીમાં એનડીએ સાથે ગઠબંધન કરી ૧૧ ઉમેદવારોને ઊભા રાખ્‍યા જેમાં ૪ ઉમેદવારોને જીત મળી,૨૦૨૨માં એનડીએ થી અલગ થયા અને હવે ૨૦૨૫ માં તેજસ્‍વી યાદવ સાથે ગઠબંધન કરી મેદાનમાં આવ્‍યા છે.

પાર્ટીનો મુખ્‍ય એજન્‍ડા છે મલ્‍લાહ વર્ગને રાજકીય પ્રતિનિધિત્‍વ આપવું, માછીમારી અને નદી આધારિત ઉધોગોને પ્રોત્‍સાહન આપવું હવે જોઈએ વીઆઇપીને ૨૦૨૫ની આ વિધાનસભા ચૂંટણીમાં કેટલી સફળતા મળે છે.

(3:06 PM IST)