તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 30th October 2025
એચઆર ક્ષેત્રના પ્રોફેશનલ્સ માટે રાજકોટમાં કેરિયર બૂસ્ટર વર્કશોપ

(કેતન ખત્રી) અમદાવાદઃ આજના એચઆર પ્રોફેશનલ યુવાન, મહેનતુ, ઈન્ટેલિજન્ટ છે અને તેમના પર હ્યુમન રીસોર્સીસ મેનેજમેન્ટની જવાબદારી છે, પણ બિઝનેસની સમજનો અભાવ છે અને તેના લીધે તેઓ વ્યક્તિગત કામગીરીને કંપનીના ગોલ સાથે કઈ ીતે સાંકળી શકાય તે સમજી શકતચા નથી અને એચઆર પ્રોસેસને બિઝનેસ સાથે સાંકળી શકતા નથી.
આ વર્કશોપનો શેતુ એચઆરને માત્ર પીપલ મેનેજર નહીં પણ બિઝનેસ કન્ટ્રીબ્યુટર બનાવવા માટેનું પ્લેટફોર્મ પુરું પાડવાનો છે. આ વર્કશોપનું આયોજન જાણીતા એચઆર એક્સપર્ટ હેતલ સોલંકી દ્વારા કરવામાં આવ્યું છે. તેઓ અગ્રણી સંસ્થાઓમાં સ્ટ્રેટેજિક એચઆર, લીડરશીપ ડેવલપમેન્ટ ડિરેક્ટર તરીકે ઘણી સંસ્થાઓમાં કાર્યરત છે. અને અનંતા નામની સંસ્થાના સ્થાપક છે. તા.૧૫ નવેમ્બરના રોજ રાજકોટ ખાતે યોજાનાર આ એચઆર વર્કશોપમાં યંગ એચ પ્રોફેશનલ્સ અને સ્ટુડન્ટ્સ ભાગ લઈ શકે છે તેમ યાદીમાં જણાવાયું છે.
(3:33 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
