<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 30th October 2025

ચેરીટી કમિશ્નર તથા તેમના તાબાની તમામ કચેરીઓનું કામ ફરજિયાત ઓનલાઇન કરવા માટે મંત્રીનો આદેશ

મંત્રી કૌશિક વેકરીયાએ કચેરીના ઉપયોગ હેતુ વધારાના 35 કોમ્પ્યુટર તુરંત ફાળવવા અંગે પણ જરૂરી સૂચના આપી છે.

ગાંધીનગર : કાયદો અને ન્યાય વિભાગના રાજ્યકક્ષાના પ્રધાન કૌશિક વેકરિયાએ, આજે કાયદા વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે પરામર્શ બેઠક યોજી હતી. આ બેઠકમાં કૌશીક વેકરિયાએ વહીવટમાં પારદર્શિતા અને કાર્યક્ષમતા લાવવા માટે ચેરીટી કમિશ્નર કચેરી તથા તાબાની તમામ કચેરીઓનું કામ ફરજિયાત ઓનલાઇન કરવા માટે સ્પષ્ટ સૂચનાઓ આપી છે. આ પહેલને તાત્કાલિક અસરથી લાગુ કરવા માટે, મંત્રીએ કચેરીના ઉપયોગ હેતુ વધારાના 35 કોમ્પ્યુટર તુરંત ફાળવવા અંગે પણ જરૂરી સૂચના આપી છે.

(7:21 PM IST)