News of Thursday, 30th October 2025
અમદાવાદના વિવાદીત પોપ્યુલર બિલ્ડરના રમણ પટેલને કોર્ટે દોષીત ઠરાવીને 4 વર્ષની સજા ફટકારી
સાણંદની ચેખલા ગામની જમીન વિવાદ મામલે રમણ પટેલને કોર્ટે દોષિત ઠેરવ્યા: 1 લાખ ફરિયાદી અને 40 હજાર સરકારને ચૂકવવા કોર્ટે આદેશ કર્યો

અમદાવાદના વિવાદીત પોપ્યુલર બિલ્ડરના રમણ પટેલને કોર્ટે દોષીત ઠરાવીને 4 વર્ષની સજા ફટકારી છે. સાણંદની ચેખલા ગામની જમીન વિવાદ મામલે રમણ પટેલને કોર્ટે દોષિત ઠેરવ્યા હતા 1 લાખ ફરિયાદી અને 40 હજાર સરકારને ચૂકવવા કોર્ટે આદેશ કર્યો છે. રમણ પટેલ પર IPC કલમ 406, 467 ,468 ,471 અને 120B મુજબ નોંધાયો હતો ગુનો. ચેખલા ગામની જમીન સર્વે નંબર 738 અને 743 બનાવટી દસ્તાવેજના આધારે પચાવી પાડી હતી. વેચાણ ના થઈ શકે તેવી જમીન હેતુફેર કરી નકલી દસ્તાવેજ બનાવ્યા હતા. સાણંદ મામલતદારના ખોટા બનાવટી હુકમો કરી જમીનના દસ્તાવેજ બનાવ્યા. બે ખોટા દસ્તાવેજ બનાવી જમીન વેચવાનો કારસો રચ્યો હતો
(8:23 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
