<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 31st October 2025

રાજ્યમાં હજુ આગામી 7 દિવસ સુધી કમોસમી વરસાદની શક્યતા : માછીમારોને 5 દિવસ સુધી દરિયો ન ખેડવા સૂચના

સૌરાષ્ટ્ર ઉપરાંત વડોદરાના ભાગો, ઉતર ગુજરાતમાં પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી અને મહેસાણાના કેટલાક ભાગોમાં વરસાદ થવાની સંભાવના

અમદાવાદ :રાજ્યમાં હજુ આગામી 7 દિવસ સુધી કમોસમી વરસાદની શક્યતા છે.  હવામાન વિભાગે પણ આગામી સાત દિવસ સુધી વરસાદની આગાહી કરી છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ અનુસાર, અરબી સમુદ્રમાં સર્જાયેલું ડિપ્રેશન ગુજરાત તરફ આવવાને કારણે વરસાદનું જોર વધશે.  ખાસ કરીને સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ભારે વરસાદ વરસી શકે છે. આજે પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર અને દીવ સહિતના જિલ્લાઓમાં ભારે વરસાદની સંભાવના છે. આ પરિસ્થિતિને જોતાં માછીમારોને 5 દિવસ સુધી દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. 

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ મુજબ  અરબ સાગરનું  ડિપ્રેશન ગુજરાત તરફ આવતા વરસાદનો કહેર  ફરી શરૂ થવાની શક્યતા રહેશે. તારીખ 30 અને 31 ઓક્ટોમ્બરમાં સૌરાષ્ટ્ર ઉપરાંત વડોદરાના ભાગો, ઉતર ગુજરાતમાં  પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી અને મહેસાણાના કેટલાક ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે. 

(12:39 AM IST)