તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 31st October 2025
છેલ્લા 24 કલાકમાં રાજ્યના 213 તાલુકામાં વરસાદ :સૌથી વધુ મહુવામાં સાડા ત્રણ ઇંચ ખાબક્યો
તળાજામાં 3.03 ઈંચતો હાંસોટમાં 2.83 ઈંચ વરસાદ:સુબિરમાં 2.32 ઈંચ તો ગાંધીનગરમાં 2.17 ઈંચ વરસાદ વરસ્યો :ક્વાંટમાં 2.13 ઈંચ વરસાદ પડ્યો :36 તાલુકામાં એક ઈંચથી વધુ વરસાદ

અમદાવાદ :ગુજરાતભરમાં કમોસમી વરસાદનો કહેર યથાવત છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં રાજ્યના 213 તાલુકામાં વરસાદ ખાબક્યો છે. તેમાંથી સૌથી વધારે વરસાદ ભાવનગરના મહુવામાં 3.19 ઈંચ ખાબક્યો છે. તેમજ તળાજામાં 3.03 ઈંચતો હાંસોટમાં 2.83 ઈંચ વરસાદ વરસ્યો છે.
આ ઉપરાંત સુબિરમાં 2.32 ઈંચ તો ગાંધીનગરમાં 2.17 ઈંચ વરસાદ વરસ્યો છે. જ્યારે ક્વાંટમાં 2.13 ઈંચ વરસાદ ખાબક્યો છે. 36 તાલુકામાં એક ઈંચથી વધુ વરસાદ ખાબક્યો છે. સમગ્ર ગુજરાતમાં કમોસમી વરસાદ વરસતા ખેડૂતોને રાતાપાણીએ રડવાનો વારો આવ્યો છે. શિયાળાની શરુઆત પહેલા જ માવઠું પડતા તૈયાર પાક પણ બગડી ગયો છે.
(1:20 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
