<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 31st October 2025

સુરતમાં ત્રણ વર્ષના બાળકનું અપહરણ કરનાર આરોપીને ગણતરીના કલાકોમાં પોલીસે ઝડપી લીધો

મુંબઇમા ૧૭ બાળકોને બંધક બનાવવાના પગલે ગુજરાતમાં પોલીસ સાવધાન મોડમાં, સીપીની જાગળતિ ફરી રંગ લાવી ખાસ પોલીસ કમિશનર વાંબાગ જમીર, ડીસીપી ડો.કાનન દેસાઈ, ઇન્‍ચાર્જ ACP વી. એમ. જાડેજાએ અનુપમસિહ ગેહલોતના સૂચન મુજબ ઉધના પોલીસને એલર્ટ મોડમાં મુકેલ Pi એસ એન. દેસાઈના નેતળત્‍વમાં psi એમ. કે ઇશરાણી સહિતના સ્‍ટાફની કાબિલે દાદ કામગીરી, પોલીસ કમિશનરે તમામને બિરદાવ્‍યા જુના મનદુઃખમાં થોરાળાના નયન અને મીત્ર મીત પર ચિરાગ, છોટુનો હુમલો બંને આટો મારવા નીકળ્‍યા ત્‍યારે ટુવ્‍હીલર આંતરી છરીથી હુમલો કર્યો

રાજકોટ તા. ૩૧: શહેરના નવા થોરાળા  વણકરવાસ-૮માં રહેતાં બે મિત્રો સાંજે એક્‍ટીવા પર બેસી આટો મારવા નીકળ્‍યા ત્‍યારે વિસ્‍તારમાં બે શખસોએ તેને આંતરી છરીથી હુમલો કરી ઢીકાપાટુનો માર પણ મારતાં બંનેને સારવાર માટે દાખલ કરાયા છે.

નવા થોરાળા વણકરવાસ-૮માં રહેતો અને રિક્ષાના હુડનું કામ કરતો નયન જ્‍યોતીશભાઇ દાફડા (ઉ.વ.૨૩) નામનો યુવાન સાંજે પોતાના મિત્ર પ્‍લમ્‍બીંગ કામ કરતાં મીત કિશોરભાઇ પરમાર (ઉ.વ.૧૯)ને એક્‍ટીવામાં બેસાડી ઘરેથી આટો મારવા નીકળ્‍યો ત્‍યારે બંને મિત્રોને રસ્‍તામાં ચિરાગ તેમજ ગણેશ ઉર્ફ છોટુ સહિતે આંતરી લઇ છરીથી હુમલો કરી ઇજા પહોંચાડી ઢીકાપાટુ પણ મારતાં બંનેને ઇજાઓ થતાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાતાં હોસ્‍પિટલ ચોકીના રામશીભાઇ વરૂ, અમૃતભાઇ મકવાણા સહિતે થોરાળા પોલીસને જાણ કરી હતી.

નયન અને મીતના કહેવા મુજબ અગાઉ પોતાને ચિરાગ, ગણેશ સહિત સાથે બોલાચાલી થઇ હોઇ તેનો ખાર રાખી હુમલો કરાયો હતો. પોલીસે બંનેના નિવેદન નોંધવા તજવીજ કરી હતી. 

(2:53 PM IST)