તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 31st October 2025
મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના ધર્મપત્ની હેતલબેન પટેલ દ્વારકા, બેટ દ્વારકા અને નાગેશ્વરનાં દર્શને

ઓખા-દ્વારકાઃ હિંદુ નવવર્ષની શુભ શરૂઆતના પાવન પ્રસંગે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના ધર્મપત્ની હેતલબેન પટેલ તથા મુખ્યમંત્રીશ્રીના ભાઈ વસુદેવભાઈ પટેલની ધર્મપત્નીએ દ્વારકાધીશ ભગવાનના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. આ પવિત્ર યાત્રા દરમ્યાન તેમણે દ્વારકાનાં જગત મંદિર તથા નાગેશ્વર જ્યોર્તિલિંગના દર્શન કર્યા બાદ બેટ દ્વારકાની મુલાકાત લીધી હતી. બેટ દ્વારકામાં ચૌરાશી ધૂણી, હનુમાન દંડી તથા દ્વારકાધીશ મંદિરના દર્શન કરી આશીર્વાદ મેળવ્યા હતા. આ અવસરે હનુમાન દંડી તથા દ્વારકાધીશ મંદિર (બેટ) ના ટ્રસ્ટી શ્રી હેંમભા વડેર દ્વારા હેતલબેન પટેલ અને પરિવારજનોનું સન્માનપૂર્વક સ્વાગત અને અભિવાદન કરવામાં આવ્યું હતું. (તસ્વીર-અહેવાલઃ આલાપ ભરતભાઇ બારાઇ (ઓખા), વિનુભાઇ સામાણી-દિપેશ સામાણી-દ્વારકા)
(3:14 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
