News of Friday, 31st October 2025
ગુજરાતના દરિયાકાંઠે અરબી સમુદ્રમાં સૈન્યની ત્રણેય પાંખની મોટાપાયે ત્રિશૂલના નામે સંયુક્ત લશ્કરી કવાયત
ત્રણેય સેવાઓ જ નહીં, પરંતુ કોસ્ટ ગાર્ડ, બીએસએફ અને અન્ય કેન્દ્રીય એજન્સીઓ પણ ભાગ લઈ રહી છે

નૌકાદળના વાઇસ એડમિરલ એ.એન. પ્રમોદના જણાવ્યા અનુસાર, ગુજરાત દરિયાકાંઠે અને અરબી સમુદ્રમાં ત્રણેય સેવાઓનો સંયુક્ત અભ્યાસ ચાલી રહ્યો છે. ભારતની ત્રણેય સેના- આર્મી, નેવી અને એરફોર્સ – ગુજરાતના દરિયાકાંઠે અને ઉત્તર અરબી સમુદ્રમાં મોટા પાયે ત્રિશૂલના નામે સંયુક્ત લશ્કરી કવાયત કરી રહી છે. “આ એક ત્રિ-સેવા કવાયત છે, જેમાં માત્ર ત્રણેય સેવાઓ જ નહીં, પરંતુ કોસ્ટ ગાર્ડ, બીએસએફ અને અન્ય કેન્દ્રીય એજન્સીઓ પણ ભાગ લઈ રહી છે. આર્મીનો સધર્ન કમાન્ડ, નેવીનો વેસ્ટર્ન કમાન્ડ અને એરફોર્સનો સાઉથ વેસ્ટર્ન એર કમાન્ડ ભાગ લઈ રહ્યા છે.”
(7:08 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
