તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Friday, 31st October 2025
ખેડૂતોની સમસ્યાને ઉજાગર કરવા માટે કોંગ્રેસ ખેડૂત આક્રોશ યાત્રા યોજશે : 6 નવેમ્બરે સોમનાથથી પ્રારંભ
કલેકટર મામલતદારોને આવેદનપત્ર આપવા ઉપરાંત પદયાત્રાઓ યોજાશે: 6 નવેમ્બરે તમામ કલેક્ટર કચેરીનો ઘેરાવો કરાશે:13 નવેમ્બરે યાત્રાનું દ્વારકામાં સમાપન .

અમદાવાદ :ખેડૂતોની સમસ્યાને ઉજાગર કરવા માટે કોંગ્રેસ ખેડૂત આક્રોશ યાત્રા યોજશે. આગામી 1 થી 13 નવેમ્બર સુધી સમગ્ર રાજ્યમાં દેખાવો યોજાશે. 1 થી 5 નવેમ્બર સુધી કલેકટર મામલતદારોને આવેદનપત્ર આપવા ઉપરાંત પદયાત્રાઓ યોજાશે. 6 નવેમ્બરે તમામ કલેક્ટર કચેરીનો ઘેરાવો કરાશે. સૌરાષ્ટ્રમાં ખેડૂત આક્રોશ યાત્રાનો પ્રારંભ 6 નવેમ્બરે સોમનાથથી કરાશે. સૌરાષ્ટ્રના તમામ જિલ્લાને આવરી લેતી યાત્રાની 6 થી 13 નવેમ્બરથી સુધી ચાલશે. 13 નવેમ્બરે યાત્રાનું સમાપન દ્વારકામાં કરાશે.
(7:54 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
