News of Friday, 31st October 2025
મહેસાણા જિલ્લામાં ઝડપી સર્વે કરાવી ખેડૂતોને સહાય જલ્દી ચૂકવો: નીતિનભાઈ પટેલની સરકારને રજુઆત
પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પણ આ મામલે સરકારને કડી સહિત મહેસાણા જિલ્લામાં ઝડપી સર્વે કરી તાત્કાલિક સહાય ચૂકવવા માંગ કરી

અમદાવાદ : રાજ્યમાં છેલ્લા કેટલાય સમયથી કમોસમી વરસાદને લીધે ખેડૂતોએ લાખો હેક્ટર જમીનમાં વાવેલા પાકને નુકસાન થયું છે, ખેડૂતો તાત્કાલિક સહાય ચૂકવવા સરકાર સમક્ષ માંગ કરી રહ્યા છે. રાજ્યના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પણ આ મામલે સરકારને કડી સહિત મહેસાણા જિલ્લામાં ઝડપી સર્વે કરી તાત્કાલિક સહાય ચૂકવવા માંગ કરી છે.
રાજ્યના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પણ સરકાર સમક્ષ માંગ મુકતા કહ્યું છે કે છેલ્લા 4 દિવસથી રાજ્યમાં કમોસમી વરસાદ છે. પાક લેવાની તૈયારી હતી અને ખેડૂતોને પાકમાં મોટું નુકસાન થયું છે. કડી સહિત મહેસાણા જિલ્લામાં પણ વરસાદ પડ્યો છે. કડીમાં પણ ખેડૂતોને નુકસાન થયું છે. સીએમ અને કૃષિ મંત્રીને પણ આ અંગે વાત કરી છે. કડીમાં ઝડપી સર્વે કરાવી સહાય કરી ખેડૂતોને મદદરૂપ થવા વિનંતી કરી છે.
(9:51 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
