News of Friday, 31st October 2025
ઓઢવ સ્મશાનમાં ટાયર બાળી સ્વજનની અંતિમ વિધિ :મેગા સીટીના દાવાઓ વચ્ચે મોતનો મલાજો ન સચવાયો: કોંગ્રેસના આકરા પ્રહાર
કરોડો રૂપિયાના મોટા પ્રોજેક્ટોની વાતો થાય, વાહવાહી થાય પણ મેગા સીટીમાં સ્મશાનોની સ્થિતિ સાવ બદતર

અમદાવાદના ઓઢવ સ્મશાનમાં ટાયર બાળી સ્વજનની અંતિમ વિધિ કરતા તેના પડઘા પડ્યા છે. આ મુદ્દે કોંગ્રેસે શાસક પક્ષ પર પ્રહાર કર્યા છે. કોંગ્રેસ પ્રવક્તા મનિષ દોષીએ આક્ષેપ કરતા કહ્યું કે, ભાજપા શાસકોના પાપે યોગ્ય રીતે અંતિમ સંસ્કાર વિધિ ના થઈ શકી. કરોડો રૂપિયાના મોટા પ્રોજેક્ટોની વાતો થાય, વાહવાહી થાય પણ મેગા સીટીમાં સ્મશાનોની સ્થિતિ સાવ બદતર છે. વિકાસના પ્રોજેક્ટોના નામે કોન્ટ્રાક્ટરોને કમાણી થાય છે. જે કમલમમાં જાય છે. પરંતુ અમદાવાદના સ્મશાન ગૃહોની સ્થિતિ સારી નથી. તપાસના નાટક કરશે. આમ કરશું.. કોન્ટ્રાક્ટર તમારો.. ખાલી બ્લેક લિસ્ટ કરવાની વાતો કરો છો. પરંતુ હકિકત સામે આવે ત્યારે સંપૂર્ણ પણે શાસકોની બેજવાબદારી અને નિષ્ફળતા છે.
(9:58 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
