News of Friday, 31st October 2025
ગુજરાત સરકારના 33 મા મુખ્યસચિવ તરીકે એમ.કે. દાસએ હોદ્દો સંભાળ્યો:પંકજ જોશી થયા વયનિવૃત્ત
1990 બેચના સનદી અધિકારી એમ.કે. દાસ અગાઉ મુખ્યમંત્રી કાર્યાલયમાં અધિક મુખ્ય સચિવ તરીકે ફરજ બજાવતા હતા.

ગુજરાત સરકારના 33 મા મુખ્યસચિવ તરીકે એમ.કે. દાસએ હોદ્દો સંભાળ્યો છે. વર્તમાન મુખ્યસચિવ પંકજ જોશી સેવા વયનિવૃત્ત થતા વરિષ્ઠ IAS અધિકારી એમ. કે. દાસને ગુજરાતના ચીફ સેક્રેટરી (મુખ્ય સચિવ) તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. વર્તમાન મુખ્ય સચિવ પંકજ જોશીની સેવા નિવૃત્તિ બાદ સરકારે તેમની નિયુક્તિ કરી છે. 1990 બેચના સનદી અધિકારી એમ.કે. દાસ અગાઉ મુખ્યમંત્રી કાર્યાલયમાં અધિક મુખ્ય સચિવ તરીકે ફરજ બજાવતા હતા.
ગુજરાત સરકારના 33મા મુખ્ય સચિવ તરીકે સિનિયર IAS અધિકારી એમ.કે. દાસે હોદ્દો સંભાળ્યો છે. વર્તમાન મુખ્ય સચિવ પંકજ જોશીની સેવા નિવૃત્તિ બાદ સરકારે તેમની નિયુક્તિ કરી છે. 1990 બેચના સનદી અધિકારી એમ.કે. દાસ અગાઉ મુખ્યમંત્રી કાર્યાલયમાં અધિક મુખ્ય સચિવ તરીકે ફરજ બજાવતા હતા. તેમણે સુરત અને વડોદરા મ્યુનિસિપલ કમિશનર તથા મહેસૂલ અને ગૃહ જેવા મહત્વના વિભાગોમાં પણ ઉમદા સેવા આપી છે. તેઓ હવે તેમની વહીવટી કુશળતા સાથે કેન્દ્ર અને રાજ્ય વચ્ચે સંકલન કરીને ગુજરાતના વહીવટી તંત્રનું નેતૃત્વ કરશે. ગુજરાતના મુખ્ય સચિવ તરીકે હોદ્દો સંભાળ્યા બાદ એમ કે દાસે કહ્યું કે સમગ્ર વિશ્વ હાલ મંદીના દોરમાંથી પસાર થઇ રહ્યો છે અને ભારત જ એક માત્ર આશાનું કિરણ છે. ભવિષ્યમાં માત્ર આશા ભારત પર છે અને ભારતમાં ગ્રોથ એન્જિન ગુજરાત છે તેવા સમયે મને આ જવાબદારી મળી છે તેના માટે હું ધન્યતા અનુભવું છે
મનોજ કુમાર દાસનો જન્મ 20મી ડિસેમ્બર 1966ના રોજ બિહારના દરભંગા જિલ્લામાં થયો હતો. તેમની શૈક્ષણિક યોગ્યતા તેમને અન્ય વહીવટી અધિકારીઓથી અલગ પાડે છે. તેમણે દેશની પ્રતિષ્ઠિત સંસ્થા IIT ખડગપુરમાંથી કમ્પ્યુટર સાયન્સમાં બી.ટેક.(ઓનર્સ)ની ડિગ્રી પ્રાપ્ત કરી છે, જે દર્શાવે છે કે વહીવટની સાથે ટૅક્નોલૉજી અને નવીનતા પર પણ તેમની મજબૂત પકડ છે.
IAS અધિકારી તરીકેના તેમના લાંબા કાર્યકાળ દરમિયાન એમ. કે. દાસે ગુજરાતમાં અનેક મહત્ત્વપૂર્ણ હોદ્દા સંભાળ્યા છે. તેમણે વડોદરા અને સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશ્નર તરીકે સફળતાપૂર્વક કામ કર્યું છે, જ્યાં તેમના નેતૃત્વ હેઠળ શહેર વિકાસ, સ્વચ્છતા અને શહેરી આયોજનમાં નોંધપાત્ર સુધારાઓ નોંધાયા હતા. ગુજરાત મરીન બોર્ડ(GMB)ના ચેરમેન તરીકે તેમણે રાજ્યના દરિયાકાંઠાના વિકાસ અને બંદર સંચાલનના ક્ષેત્રે નવી નીતિઓ અમલમાં મૂકીને મહત્ત્વનું યોગદાન આપ્યું હતું. વર્ષ 2018માં તેમની નિમણૂક મુખ્યમંત્રીના પ્રિન્સિપલ સેક્રેટરી તરીકે થઈ હતી. આ ઉપરાંત તે હાલમાં ગુજરાત સરકારમાં એડિશનલ ચીફ સેક્રેટરી (હોમ વિભાગ) તરીકે સેવા આપી રહ્યા છે.
(10:32 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
