<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 31st October 2025

વડોદરામાં નકલી પોલીસ બાદ હવે નકલી CBI અધિકારી ઝડપાયો કડિયાકામ કરનારો આ શખ્શ પોલીસ ભવનમાં રોફ જમાવતો હતો

પોલીસ ભવનમાં CBI અધિકારી તેમ જ પ્રેસની ખોટી ઓળખ આપી રોફ ઝાડનાર શખ્સને પોલીસે ઝડપ્યો: વડોદરા પોલીસ ભવનમાં ઉચ્ચ અધિકારીઓને મળવા ગયેલા શખ્સે પોતે CBI અધિકારી હોવાની ઓળખ આપી હતી

વડોદરા શહેરમાં નકલી પોલીસ બાદ હવે નકલી CBI અધિકારી ઝડપાયો છે. પોલીસ ભવનમાં CBI અધિકારી તેમ જ પ્રેસની ખોટી ઓળખ આપી રોફ ઝાડનાર શખ્સને પોલીસે ઝડપીને શબક શીખવાડ્યો છે. વડોદરા પોલીસ ભવનમાં ઉચ્ચ અધિકારીઓને મળવા ગયેલા શખ્સે પોતે CBI અધિકારી હોવાની ઓળખ આપી હતી. જો કે, પોલીસ અધિકારીઓને તેની વર્તણૂક અને ઓળખ પર શંકા જતા, ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી પૂછપરછ કરતા ભાંડો ફૂટ્યો હતો. આ મામલે પોલીસે  આગળની કાર્યવાહી હાથ ધરી છે. 

   નકલી અધિકારી બની વડોદરા પોલીસ ભવનમાં પહોંચેલા એક વ્યક્તિનો ભાંડો ફૂટતા ચકચાર મચી જવા પામી છે. વડોદરા પોલીસ ભવનમાં ઉચ્ચ અધિકારીઓને મળવા ગયેલા શખ્સે પોતે CBI નો અધિકારી હોવાની ઓળખ આપી રોફ જામાવ્યો હતો. જો કે, પોલીસ અધિકારીઓને તેની વર્તણૂક અને ઓળખ પર શંકા જતા, ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી. પોલીસ પૂછપરછમાં વ્યક્તિની સચ્ચાઈ સામે આવી હતી. CBI અધિકારી તરીકે ઓળખ આપનાર શખ્સનું નામ ઘનશ્યામ ભાણજી સંઘાણી છે, જે વ્યવસાયે કડિયા કામ કરે છે. પોલીસની ઝીણવટભરી તપાસમાં તેના બોગસ દસ્તાવેજો મળી આવ્યા હતા 

પોલીસે આરોપી ઘનશ્યામ સંઘાણી પાસેથી દિલ્હી CBI નાં નકલી ઓળખ કાર્ડ્સ ઉપરાંત, પત્રકારત્વનાં બોગસ કાર્ડ્સ પણ જપ્ત કર્યા છે. તેની પાસેથી CBI પ્રેસ, CID ટ્રસ્ટ, ખાનગી ન્યૂઝ અને દિલ્હી ક્રાઈમ જેવી સંસ્થાઓનાં નકલી આઈ કાર્ડ્સ મળી આવ્યા છે. રાવપુરા પોલીસે આ મામલે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે હવે તે દિશામાં તપાસ શરૂ કરી છે કે, આરોપીએ સરકારી અધિકારીની ખોટી ઓળખ આપીને ભૂતકાળમાં કોઈ ગુનો આચર્યો છે કે નહીં. સાથે જ, દિલ્હીની જે સંસ્થાઓનાં નામે કાર્ડ બનાવવામાં આવ્યા છે, તેની પણ તપાસ શરૂ કરવામાં આવી છે. એક કડિયા કામ કરતી વ્યક્તિએ આ પ્રકારે નકલી ઓળખ શા માટે ધારણ કરી તે અંગે પણ પોલીસે વધુ તપાસ આદરી છે.

 


 

(11:48 PM IST)