તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 1st November 2025
સુરતના સરથાણા વિસ્તારમાં હોમ ટાઉન હોટેલમાંથી સેક્સ રેકેટનો પર્દાફાશ: વિદેશી યુવતીઓ ઝડપાઇ: પોલીસે તકલીફનો તોડ કાઢ્યો
ભાષાની અડચણને કારણે નિવેદનો લેવામાં મુશ્કેલી પડતાં સુરત પોલીસે પ્રથમ વખતે હાઈ-ટેક ઉપાય અપનાવીને ગુગલ ટ્રાન્સલેટનો ઉપયોગ કર્યો

સુરતના સરથાણા વિસ્તારમાં આવેલી હોમ ટાઉન હોટેલમાં ચાલતા સેક્સ રેકેટનો પર્દાફાશ કરવા પોલીસે તાજેતરમાં દરોડો પાડ્યો હતો. આ રેડમાં થાઇલેન્ડની બે અને યુગાન્ડાની એક યુવતીઓને ઝડપાઈ હતી, જેને તાત્કાલિક નારીગૃહમાં મોકલવામાં આવી હતી. જોકે, આ બંને યુવતીઓની ભાષાને લઈને પોલીસ પણ મુઝવણમાં મૂકાઈ હતી. પરંતુ પોલીસે તેનો રસ્તો નિકાળી લીધો હતો. ભાષાની અડચણને કારણે નિવેદનો લેવામાં મુશ્કેલી પડતાં સુરત પોલીસે પ્રથમ વખતે હાઈ-ટેક ઉપાય અપનાવીને ગુગલ ટ્રાન્સલેટનો ઉપયોગ કર્યો હતો, જેનાથી કાયદેસર પ્રક્રિયા સરળતાથી પૂરી થઈ.
પોલીસ તપાસમાં સામે આવ્યું કે, આ ત્રણેય વિદેશી યુવતીઓ ટૂરિસ્ટ અને બિઝનેસ વિઝા પર ભારતમાં પ્રવેશી હતી. થાઇલેન્ડની યુવતીઓની ઉંમર 30 અને 35 વર્ષ વચ્ચે છે, જ્યારે યુગાન્ડાની યુવતી તાજેતરમાં દિલ્હીથી માત્ર ત્રણ દિવસ પહેલાં જ સુરત આવી હતી. થાઇ યુવતીઓ એજન્ટો મારફતે સુરત લાવવામાં આવી હતી, જ્યારે સેક્સ રેકેટ વોટ્સએપ મારફતે ગુપ્ત રીતે ચલાવવામાં આવતો હતો. હોટેલ મેનેજર પોતાના ઓળખીતા ગ્રાહકોને જ બોલાવતો હતો, અને મગદલ્લા વિસ્તારમાં રહેતી યુવતીઓ રિક્ષામાં હોટેલ પહોંચીને રૂમમાં સંતાડાતી હતી. ગ્રાહકો પાસેથી રૂ. 6000 વસૂલવામાં આવતા હતા. જ્યારે યુવતીઓને રૂ. 2500થી 3000 આપવામાં આવતા હતા.
સરથાણા પોલીસને ભાષાની અડચણને કારણે નિવેદનો લેવામાં મુશ્કેલી પડી કારણ કે યુવતીઓને થાઇ અને અન્ય વિદેશી ભાષા આવતી હતી. આવી પરિસ્થિતિમાં પોલીસે પ્રશ્નોને પહેલા અંગ્રેજીમાં અનુવાદ કરીને થાઇ ભાષામાં ફેરવ્યા અને ગુગલ ટ્રાન્સલેટ એપનો ઉપયોગ કરીને યુવતીઓના જવાબો લીધા હતો. યુવતીઓએ પોતાના નિવેદનો થાઇ ભાષામાં લખી આપ્યા જેને પોલીસે અનુવાદ કરીને નોંધ્યા હતો. આ હાઈ-ટેક ઉપાયથી પોલીસ માટે ગેમચેન્જર સાબિત થયો અને કાયદેસર નિવેદનો લેવાની આખી પ્રક્રિયા પૂરી થઈ હતી.
સરથાણા પોલીસે આ ઘટનાની વધુ તપાસ હાથ ધરી છે, જેમાં એજન્ટો અને હોટેલ સંચાલકો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ ઘટના સુરતમાં વધતા વિદેશી મહિલાઓ સાથેના દેહ વ્યાપારના કેસોનું એક ઉદાહરણ છે. આવા કેસોમાં ટેક્નોલોજીનો ઉપયોગ કરીને તપાસને વધુ અસરકારક બનાવવાની પહેલને પ્રશંસા મળી રહી છે.
(12:23 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
