<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 1st November 2025

દિનશા પટેલ અને આર.એસ પટેલના સરદાર પટેલ વિષેના પુસ્‍તકનું વિમોચન

અમદાવાદમાં સરદાર પટેલ વિષયક પુસ્‍તકોના વિમોચન પ્રસંગે દિનશા પટેલ, આર.એસ.પટેલ, ડો.કુમારપાળ દેસાઇ, નરહરિ અમીન, દેવન્‍દ્ર પટેલ, જયનારાયણ વ્‍યાસ, બાલુભાઇ પટેલ વિગેરે ઉપસ્‍થિત રહયા હતા

રાજકોટ, તા.૧: સરદાર વલ્લભભાઈ પટેલ મેમોરિયલ સોસાયટી અમદાવાદ દ્વારા સરદાર પટેલની ૧૫૦મી જન્‍મજયંતિ પ્રસંગે ચિત્રાત્‍મક પુસ્‍તક ‘સરદાર પટેલ ૧૫૦' - અધ્‍યક્ષશ્રી દિનશા પટેલ લેખિત ‘સરદાર પટેલ ટેમીંગ ધી ઇમપોસિબલ'ની ૪થી આવળત્તિ તેમજ સી.એ. આર. એસ. પટેલ, મહામંત્રી લેખિત ‘સમર્પિત પડછાયો સરદારનો' ના વિમોચન માટેનો કાર્યક્રમ ગઇકાલે સરદાર પટેલ મેમોરિયલ શાહીબાગ અમદાવાદ ખાતે યોજવામાં આવ્‍યો હતો. 

જેમાં મુખ્‍ય અતિથિ પદ્મશ્રી ડો. કુમારપાળ દેસાઈ, અતિથિ વિશેષ તરીકે શ્રી નરહરીભાઈ અમીન સંસદસભ્‍ય, રાજ્‍યસભા અને પૂર્વ નાયબ મુખ્‍યમંત્રી, ગુજરાત, તેમજ  શ્રી ડો. દિનશા પટેલ પૂર્વ કેબીનેટ મંત્રી, ભારત સરકાર, અધ્‍યક્ષ સ.વ.૫.મે.સો., પદ્મશ્રી દેવેન્‍દ્રભાઈ પટેલ, પૂર્વ કેબિનેટ મંત્રી ગુજરાત શ્રી જયનારાયણ વ્‍યાસ, સી.એ. આર. એસ. પટેલ મહામંત્રી, પ્રો. બાલુભાઈ બી. પટેલ સહમંત્રી ઉપસ્‍થિત રહ્યા હતા.

આ પ્રસંગે મહાનુભાવોએ પુસ્‍તકનું વિમોચન કર્યું હતું તેમજ સરદાર વલ્લભભાઈ પટેલ અને તેમના પુત્રી મણીબેન પટેલના જીવન ચરિત્ર પર વાત કરી હતી.

આ પ્રસંગે સરદાર વલ્લભભાઈ પટેલ મેમોરિયલ સોસાયટીના હોદ્દેદારો અને મોટી સંખ્‍યામાં પ્રજાજનો ઉપસ્‍થિત રહ્યા હતા.(૨૩.૨૦)

 

(4:48 PM IST)