તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 1st November 2025
રાજ્યના ખેડૂતોનું દેવું માફ કરવાની માગ :વરાછાના ધારાસભ્ય કુમાર કાનાણીએ મુખ્યમંત્રીને લખ્યો પત્ર
કુમાર કાનાણીએ કહ્યું કે બિનજરૂરી પ્રોજેક્ટના કામો કે સરકારી ખર્ચાઓ બંધ કરવા જોઇએ અને ખેડૂતોને દેવામુક્ત બનાવવા માટે પગલાં લેવા જોઇએ

સુરત: દિવાળી પછી રાજયના અનેક જિલ્લામાં કમોસમી વરસાદે ખેડૂતોના મોઢે આવેલો કોળીયો છીનવી લીધો છે, કમોસમી વરસાદના કારણે ખેતીના પાકને મોટું નુકશાન થયું છે આ દરમિયાન વરાછાના ધારાસભ્યં કુમાર કાનાણીએ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને પત્ર લખી રાજ્યના ખેડૂતોનું દેવું માફ કરવાની માગ કરી છે. કમોસમી વરસાદના કારણે ખેડૂતોને નુકસાન થયું છે. ખેડૂત દેવામાં ડૂબતો જતો હોવાનો પત્રમાં ઉલ્લેખ કરાયો છે.
ધારાસભ્ય કુમાર કાનાણીએ વધુમાં કહ્યું કે બિનજરૂરી પ્રોજેક્ટના કામો કે સરકારી ખર્ચાઓ બંધ કરવા જોઇએ અને ખેડૂતોને દેવામુક્ત બનાવવા માટે પગલાં લેવા જોઇએ. જેથી ખેડૂતો ચિંતામુક્ત થઇને ફરીથી ખેતી કરી શકે. નહીંતર ખેતી પર અસર પડશે
(8:58 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
