News of Saturday, 1st November 2025
રાજ્યના પોલીસ કર્મચારીઓના સંતાનોના અભ્યાસમાં સહાયની રકમમાં વધારો: હવે 15 લાખની લોન મળશે
પોલીસ કર્મચારીની દીકરીના અભ્યાસ માટે મળતી સહાયમાં 25 ટકા નો વધારો કરવાની જાહેરાત

ગાંધીનગર :રાજ્ય સરકારના પોલીસ વેલ્ફેર ફંડ મોનિટરિંગ કમિટીએ પોલીસ પરિવાર માટે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. પોલીસ કર્મચારીઓના સંતાનોના શિક્ષણમાં સહાયરૂપ થતી ભણતર સહાયની રકમમાં વધારો કરવામાં આવ્યો છે. ખાસ કરીને, પોલીસ કર્મચારીની દીકરીના અભ્યાસ માટે મળતી સહાયમાં 25 ટકા નો વધારો કરવાની જાહેરાત કરવામાં આવી છે.
આ નિર્ણયનો હેતુ પોલીસ કર્મચારીઓના પરિવારના શૈક્ષણિક વિકાસને પ્રોત્સાહન આપવાનો છે. પોલીસ કર્મચારીઓ રાજ્યની કાયદો-સુવ્યવસ્થા જાળવવામાં મહત્વની ભૂમિકા ભજવે છે, અને તેમના સંતાનોને ગુણવત્તાસભર શિક્ષણ મળી રહે તે માટે આ સહાય ઉપયોગી બનશે.
પોલીસકર્મીઓના સંતાનો માટે વિદેશમાં પોસ્ટ ગ્રેજ્યુએશન અભ્યાસ માટેની લોનની મર્યાદા 10 લાખમાંથી વધારીને 15 લાખ કરવામાં આવી છે, જ્યારે ધોરણ 12 પછી વિદેશમાં અભ્યાસ માટે 5 લાખની નવી લોન જોગવાઈ ઉમેરવામાં આવી છે.
વેલ્ફેર ફંડ મોનિટરિંગ કમિટીના જણાવ્યા મુજબ, આ ભણતર સહાય વિદ્યાર્થીએ અભ્યાસમાં મેળવેલા ગુણના આધારે ચૂકવવામાં આવશે. ઉત્તમ પરિણામ ધરાવતા વિદ્યાર્થીઓને વધુ રકમ મળવાની શક્યતા રહેશે.
પોલીસ વિભાગે આશા વ્યક્ત કરી છે કે આ પગલાથી પોલીસ કર્મચારીઓના પરિવારોને રાહત મળશે અને તેમના સંતાનોને ઉચ્ચ શિક્ષણ માટે વધુ પ્રેરણા મળશે.
(11:39 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
