<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 2nd November 2025

CMના વતન વડનગરમાં ઐતિહાસિક પહેલ: ₹૧૫ કરોડના ખર્ચે દેશનો પ્રથમ 'વૃંદાવન ગૌચર પાર્ક' બનશે

વારસો, સંસ્કૃતિ, અને અર્થતંત્રનો ત્રિવેણી સંગમ: રખડતી ગાયોની સમસ્યાનો કાયમી ઉકેલ, સાથે અત્યાધુનિક ગ્રામીણ પ્રયોગશાળા અને ટુરિઝમ સ્પોટનું નિર્માણ થશે.

ગાંધીનગર: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વતન મહેસાણાના વડનગરમાં ગૌ-સંરક્ષણ અને ગ્રામીણ વિકાસની દિશામાં એક મહત્વાકાંક્ષી અને ઐતિહાસિક પ્રોજેક્ટ આકાર લેવા જઈ રહ્યો છે. વડનગરના અમરથોલ ક્ષેત્રમાં ગૌરીકુંડ નજીક ₹૧૫ કરોડના ખર્ચે દેશનો પ્રથમ 'વૃંદાવન ગૌચર પાર્ક' બનાવવાની જાહેરાત કરવામાં આવી છે.
પાર્કની વિશેષતાઓ: સરકારી યાદી મુજબ, આ પ્રોજેક્ટ માત્ર એક સામાન્ય ગૌશાળા નહીં હોય, પરંતુ તે વારસો, સંસ્કૃતિ, પ્રવાસન અને અર્થતંત્રનો સંગમ બનશે.
    કાયમી ઉકેલ: આ પાર્કનો મુખ્ય ઉદ્દેશ્ય શહેરોમાં રખડતી ગાયોની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવાનો છે.
    સંકલિત સુવિધાઓ: પાર્કમાં ગાયો માટે ગૌચરને અનુરૂપ ઘાસચારો અને પીવાના પાણીની પૂરતી વ્યવસ્થા હશે.
    આધુનિક સંભાળ: પશુઓની સ્વાસ્થ્ય સંભાળ માટે અત્યાધુનિક વેટરનરી હૉસ્પિટલ બનાવવામાં આવશે.
    અર્થવ્યવસ્થાનું કેન્દ્ર: અહીં મિલ્ક પ્રોસેસિંગ પ્લાન્ટનું નિર્માણ થશે અને ગાયોની સારી ઓલાદોના ઉછેરનો પણ પ્રયાસ કરાશે, જે ગ્રામીણ અર્થતંત્રને વેગ આપશે.
    ગ્રામીણ પ્રયોગશાળા: આ પ્રોજેક્ટ એક અત્યાધુનિક ગ્રામીણ પ્રયોગશાળા તરીકે પણ કાર્ય કરશે, જ્યાં પશુપાલન અને કૃષિ સંબંધિત સંશોધન થઈ શકશે.
આ પ્રોજેક્ટના નિર્માણ માટે નગર પાલિકા, જિલ્લા અને રાજ્ય સ્તરે શહેરી વિકાસ વિભાગ દ્વારા કવાયત શરૂ કરી દેવામાં આવી છે. વૃંદાવન ગૌચર પાર્ક માત્ર ગાયોનું આશ્રયસ્થાન નહીં, પણ વડનગર માટે એક નવું આકર્ષણનું કેન્દ્ર અને પર્યટન સ્થળ પણ બનશે.

(12:58 PM IST)