તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 2nd November 2025
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 118 તાલુકામા વરસાદ:સૌથી વધુ પોરબંદરમાં 3 ઈંચ ખાબક્યો
કચ્છમાં 149.83 ટકા વરસાદ અને ઉત્તર ગુજરાતમાં 126.73 ટકા વરસાદ નોંધાયો

અમદાવાદ :ગુજરાતમાં શનિવાર સવારના 6 વાગ્યાથી રવિવાર સવારના 6 વાગ્યા સુધીના વિતેલા 24 કલાકમાં રાજ્યના 118 તાલુકામા વરસાદ વરસ્યો છે. 118 તાલુકા પૈકી પોરબંદર તાલુકામાં સૌથી વઘુ વરસાદ નોંધાયો છે. પોરબંદરમાં 3 ઈંચ જેટલો વરસાદ વરસ્યો હતો. આ વર્ષે ચોમાસા અને કમોસમી વરસાદને સાથે ગણીએ તો, કચ્છમાં 149.83 ટકા વરસાદ નોંધાયો છે. ઉત્તર ગુજરાતમાં 126.73 ટકા વરસાદ નોંધાયો છે. પૂર્વ ગુજરાતમાં પણ 126.67 ટકા વરસાદ નોંધાયો છે. સૌરાષ્ટ્રમાં 123.26 ટકા વરસાદ નોંધાયો છે. જ્યારે દક્ષિણ ગુજરાતમાં 132 ટકા વરસાદ વરસ્યો છે.
(4:58 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
